રોમાસ્ટ્રીટ પાર્કલેન્ડ

અમારા ઘરની પાસે રોમાસ્ટ્રીટ પાર્કલેન્ડ આવેલો છે અને અમે તેના કાયમી મુલાકાતી છીએ. તેના વિશે થોડી માહિતી આપવાનો અમે પ્રયત્ન કરેલો છે. અમારા પરિવાર માટે ઉજાણી સ્થળ સમાન છે.

રોમાસ્ટ્રીટ પાર્કલેન્ડની વિવિધતાઓમાં બગીચાઓ, ગાઇડ સાથે પગપાળા પ્રવાસ, લલિતકળા, સ્મારકો, વિશ્રાંત સ્થળો, રમત-ગમત અને ભોજન ઇત્યાદિ સુવિધાઓ છે.

બગીચાઓ

RomaStreet Parklands Garden

રોમાસ્ટ્રીટ પાર્કલેન્ડમાં આવેલા સુંદર બગીચાઓ વિશ્વવિખ્યાત ખ્યાતિ ધરાવે છે. આ પાર્કલેન્ડની રચનામાં વિવિધ પરિસરો આવેલા છે, જેમાં ઉષ્ણકટીબધ્ધ વિસ્તારના અનન્ય વૃક્ષો આવેલા છે. અહિં તળાવ વિસ્તારની આજુબાજુમાં મેંગ્રોવ પ્રજાતિના વૃક્ષો, જંગલ વિસ્તારમાં અદભુત ઉષ્ણકટીબંધીય ઊંચા વરસાદી વૃક્ષો અને જ્યારે મરુભુમિ વિસ્તારમાં રણપ્રદેશની વિવિધ વનસ્પતિઓ આવેલી છે. બાગાયત વિદ્યા તજજ્ઞ-વિધ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સર્વશ્રેષ્ઠ સ્થળ છે.

RomaStreet Parklands Garden design

અહિંનો બાગાયત વિભાગએ આ પાર્કલેન્ડની અજાયબી છે. આખા વર્ષ દરમિયાન વિવિધ રંગબેરંગી ફુલો જોવા મળે છે. આ દરેક વૃક્ષો, વનસ્પતિ કે ફુલોની ખાસિયતો તથા ઉછેરની વિગતો અહિં આવેલા માહિતી કેન્દ્રમાં ઉપલબ્ધ છે.

ગાઇડ સાથે પગપાળા પ્રવાસ

આ પાર્કલેન્ડની સૌથી વધુ મજા માણવી હોય તો અહિંના સ્વૈચ્છિક સેવા આપનાર ભોમિયા (ગાઇડ) સાથે ફરવું જોઇએ. તે ફરતાં ફરતાં પાર્કલેન્ડની રુપરેખા, ઐતિહાસિક વિગતો, વિવિધ વૃક્ષો અને તેની માહિતી પુરી પાડે છે. પાર્કલેન્ડને લગતાં દરેક સવાલોના ખુબજ વ્યવસ્થિત અને માહિતી સભર જવાબો આપે છે.

Jungle Walkઆ બધાથી અલગ પાંચ વર્ષથી નાનાં બાબાગાડીવાળા બાળકો અને તેમના વાલી સાથેના નિર્દેશિત પ્રવાસ પણ ઉપલબ્ધ છે.

સ્થાપત્ય અને લલિતકળાઓ

RomaStreet Parklands monument

આ પાર્કલેન્ડના નિર્માણ કાર્ય દરમિયાન ક્વિન્સલેન્ડ વિસ્તારના ૧૬ કલાકારોએ સ્થાપત્ય અને લલિતકળાઓ વિકસાવવામાં ફાળો આપ્યો હતો. એ સમય દરમિયાન આ સૌથી મોટું લોક સ્થાપત્ય હતું. ત્યાર બાદ અહિં અવનવાં વધું ને વધું સુધારા વધારા થયા કરે છે.

સ્મારકો

આ પાર્કલેન્ડમાં સ્મારકો અને તખ્તીઓ આવેલી છે જે ઓસ્ટેલિયાના ઇતિહાસ અને લોકોની સાથે સંકળાયેલી છે. ૨૦૦૪ માં આવેલા સુનામીમાં મૃત્યુ પામનાર લોકોને શ્રધ્ધાંજલી રૂપે અહીં તખ્તી મુકવામાં આવી છે.

વિશ્રાંત સ્થળો

આ આરામ માટેનુ સર્વોત્તમ સ્થળ છે. પાર્કલેન્ડએ અવિરત ભાગતાં શહેરની વચ્ચે આવેલ રમણિય જગ્યા છે. અહિંયા શેતરંજી પાથરીને વ્યાયામ, આરામ અને ઉજાણી કરતાં લોકો, તળાવ કિનારે, ધાસના મેદાનમાં, વૃક્ષોના છાંયડા નીચે અને ઢોળાવવાળાં વિસ્તારોમાં કાયમ જોવા મળે છે. શુભપ્રસંગ માટે જગ્યા પણ ભાડે મળે છે.

રમત

Swing with Wheelchair

અહિંયા બાળકોને રમવા-દોડવા ધાસના મેદાન, મોટેરાં, રમતવીરો અને વ્યાયામ પ્રિય લોકોને દોડવા માટે ખાસ રસ્તાઓ. હિંચકાઓ, લપસણી અને રમતગમતના ઘણા સ્થાયી સાધનો આવેલા છે.
અપંગ બાળકો માટે રંગબેરંગી હિંચકાની વિશિષ્ટ વ્યવસ્થા પણ અહિં ઉપલબ્ધ છે.

Garden Slopeબાળકોને અહિં રમ્યા પછી ઘેર જવાનું પસંદ કરતાં નથી અને મહાપરાણે ખેંચીને લઇ જવા પડે છે. અભિનવ માટે લપસણી સૌથી પ્રિય રમત છે. અભિનવ અહિં તેના ગોરા, શ્યામ, મોંગોલિયન અને ભારતીય મિત્રો સાથે રમે છે.

અલ્પાહાર અને ભોજન

અહિં આવેલા ભોજનાલયમાં ઝાડ નીચે ગોઠવેલા ટેબલ પર ખાવાની મજા આવે છે. વધુમાં મફત Barbecue પર જાતે રાંધીને ખાવાની મજા અનોખી હોય છે.

ગુજરાતી દોસ્તોને ખાસ કહેવાનું કે અહિં Barbecue પર સ્વાદિષ્ઠ અને મસાલેદાર દાબેલી ખાવાની મજા પડે છે.

વેબસાઇટ : http://www.romastreetparkland.com

2 thoughts on “રોમાસ્ટ્રીટ પાર્કલેન્ડ

  1. પિંગબેક: વૈષ્ણવ સંઘ – ક્વિન્સલેન્ડ | પટેલ પરિવાર

  2. પિંગબેક: ઓસ્ટ્રેલિયાના દેશી મિત્રો | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s