બ્રિસ્બેનની સાયકલ સવારી

બ્રિસ્બેનમાં આવ્યા બાદ મને સ્થાનિક મુસાફરીના ઘણા વિકલ્પો મળ્યા. બસ, ટ્રેન, ટેક્ષી અને નૌકાસવારી અહિં લાંબા સમયથી ચાલે છે. અને હા, આ બધા જ વાહનો વાતાનુકુલિત હોય છે. આ ઉપરાંત સાયકલ પણ ભાડે મળે છે જેને અહિં સિટી સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. બસ સ્ટેશનની જેમ સિટી સાયકલના પણ સ્ટેશન હોય છે. મારા કાર્યાલયની બહાર અને ધરની સામે પણ આવા સ્ટેશન છે એટલે હું મારી કાર્યાલય સુધીની રોજીંદી મુસાફરી સિટી સાયકલ પર કરું છું.

CityCycle at Vulture Street, South Brisbane

બ્રિસ્બેન શહેર કાઉન્સીલ દ્વારા સિટી સાયકલની પહેલ કરવામાં આવી અને તેનું સંચાલન કરવામાં આવે છે. જેથી અહિંના રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે શહેરની આંતરિક તથા નજીકના વિસ્તારોમાંની ટુંકી મુસાફરી માટે સાયકલ ભાડે મળી રહે છે. સિટી સાયકલ વાપરવા માટે ઉંમર ૧૭ વર્ષથી વધુ હોવી જરૂરી છે. ફી ભર્યા બાદ તેના સભ્ય બની સવારે ૫ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી વાપરી શકાય છે. મેં પણ વાર્ષિક પાસ લઇ લીધો છે. દરેક મુસાફરીની પહેલી ૩૦ મિનિટ મફત હોય છે પછી વધારાના ડોલર પણ ભરવા પડે છે.

CityCycle at Railway Tce, Milton

બ્રિસ્બેનના શહેરી વિસ્તારમાં સાયકલ માટે ખાસ રસ્તા હોય છે. મારી જેમ ધણા લોકો સવારે કામ પર જવા માટે સાયકલ વાપરે છે. મોટા ભાગના લોકો સાયકલ સવારો ખાસ પહેરવેશ પહેરે છે. મારે પણ આવો પહેરવેશ લેવાની ઇચ્છા છે.

સિટી સાયકલના નવા નવા સ્ટેશનો બનતાં જાય છે અને વપરાશ ક્ષેત્ર વધતું જ જાય છે. તે સંપુર્ણ બની ગયા પછી ૧૫૦ વિવિધ સ્ટેશન પરથી ૨૦૦૦ સાયકલો વાપરી શકાશે. દરેક સ્ટેશન પર ઓછામાં ઓછી ૧૦ સાયકલો સંગ્રહવાની ક્ષમતા છે. બધા જ સ્ટેશન એકબીજાથી નજીક નજીક અંતરે આવેલા છે જેથી ખાતરીપૂર્વક અને સાનુકુળ રીતે શહેરની આજુબાજુમાં જઇ શકાય છે.

CityCycle at Corronation Drive, Toowong

સિટી સાયકલ વાપરનારે હેલ્મેટ પહેરવું કાયદાકીય રીતે ફરજીયાત છે. ભારતમાં સ્કૂટરકે મોટરસાઇકલ પર મેં કદી હેલ્મેટ પહેર્યુ નહોતુ પણ અહિંયા સાયકલ પર પહેરીને બહાર જવાની મજા પડે છે.

વેબ સાઇટઃ http://www.citycycle.com.au

3 thoughts on “બ્રિસ્બેનની સાયકલ સવારી

  1. પિંગબેક: બ્રિજ ટુ બ્રિસ્બેન ૨૦૧૨ | પટેલ પરીવાર

  2. પિંગબેક: બ્રિજ ટુ બ્રિસ્બેન ૨૦૧૨ | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s