ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ

ઓસ્ટ્રેલિયામાં પરીવાર સાથે આવ્યાને ૬ મહિના થઇ ગયા. આ સમયગાળામાં અહિંના લોકો અને તેમની સાથે સંકળાયેલી સમસ્યાઓનો સારો એવો પરિચય થઇ ગયો. ઓફિસમાં પણ સહ કર્મચારીઓ વિવિધ દેશોના છે. આ બધાની સાથે રહીને ઓસ્ટ્રેલિયાના ઇતિહાસને જાણવાની તક મળી. જ્યારે ઇ.સ. ૨૦૧૦માં અહિં આવ્યો હતો ત્યારે ટીવીમાં “ફર્સ્ટ ઓસ્ટ્રેલિયન્સ” (First Australians) નામની દસ્તાવેજી ક્ષ્રેણીના થોડાક ભાગ જોયા હતાં. એ હવે નિરાંતે બધા જ જોઇ લીધા.

આ ટીવી શ્રેણીઓમાં પ્રાચીન ઓસ્ટ્રેલિયાની ક્રમબધ્ધ વિગતો છે. ઓસ્ટ્રેલિયાના મૂળભુત લોકોને એબોરીજીનલ (aboriginal) તરીકે પણ ઓળખાય છે. આ મૂળભુત લોકો અને યુરોપની વસાહતો વચ્ચે દોસ્તી, દુશ્મની અને સહવસવાટની સત્ય હકિકતો ચિત્રોરૂપે પણ દર્શાવેલી છે. આ સત્ય સમગ્ર દુનિયાથી અજાણ હતું. તેમાં વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ પર વિશ્વના સૌથી મોટા બ્રિટીશ સામ્રાજ્યના આધિપત્યની વિગતો આકર્ષક રીતે દર્શાવી છે.

આ શ્રેણીની શરૂઆત ૧૭૮૮ ની ૨૬મી જાન્યુઆરીથી થાય છે. જ્યારે બ્રિટીશ વહાણોનો કાફલો સીડની પહોંચે છે. ત્યારબાદ ગવર્નર ફિલીપ અને મુળ રહેવાસી બેનેલોન્ગ (યુધ્ધવીર)ની દોસ્તીથી લઇને ૧૯૯૩માં એડવર્ડ કોઇકિ માબોની ઓસ્ટ્રેલિયાની સરકાર સામેની કાયદાકીય લડત સુધીની વાતોને ખુબ જ રસપુર્વક દર્શાવી છે.

હવે પછીની પોસ્ટમાં ઇતિહાસના ખાસ પ્રસંગોની માહિતી રજુ કરીશ.

4 thoughts on “ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ

    1. અમિત પટેલ Post author

      આતા, એ તો મને ખબર નથી કે ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ ક્યાંથી આવ્યા હતા. પણ આજકાલ ભારતના દક્ષિણેથી તમિલ શરણાર્થીઓ નાની બોટમાં જાનના જોખમે નિરંતર આવતા રહે છે.

  1. પિંગબેક: બ્રિસ્બેન શેરી યુધ્ધ – ૧૯૪૨ | પટેલ પરીવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s