ઓસ્ટ્રેલિયાના ભારતીયો અને મોબાઇલ સેવા આપનાર કંપનીઓ

ઓસ્ટ્રેલિયામાં આવ્યાને હજી વધારે સમય થયો નથી એટલે અહિં રોજીંદા લોકજીવનની ઘટનાઓ નવી નવી જ લાગે છે. આજે થોડી અહિંની મોબાઇલ સેવા વિશે નોંધ. ઓસ્ટ્રેલિયામાં મોબાઇલ સેવા આપનારી કંપનીઓ ઘણી છે પણ મોટામાં મોટી ત્રણ જ છે. બાકીની કંપનીઓ આ ત્રણ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરીને સેવા આપે છે.

આ ત્રણ મોટી કંપનીઓ છેઃ

ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા મોટાભાગના ભારતીયો વોડાફોન વાપરતા હોવાનું મારુ અનુમાન છે. આ ત્રણેય મોબાઇલ સેવા આપનારી કંપનીઓની અમુક ખાસીયતો છે.

ટેલ્સ્ટ્રાટેલ્સ્ટ્રા ઓસ્ટ્રેલિયાની મોટામાં મોટી ટેલીકોમ કંપની છે. આખાયે ઓસ્ટ્રેલિયાની બધીજ ગલીઓ, શેરીઓ, ગામડાઓ, શહેરોમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે અને લેન્ડલાઇન ક્ષેત્રમાં પહેલા નંબર પર છે. રોડ, દુકાનો કે અન્ય જાહેર સ્થળોએ માત્ર ટેલ્સ્ટ્રાના જ પબ્લિક ટેલિફોન બુથ છે. ધંધાદારી લોકોની પહેલી પસંદ હંમેશા ટેલ્સ્ટ્રા હોય છે. પાછલા થૉડા વર્ષોમાં આ કંપની છુટક ફોન જોડાણના વેચાણ પર ઓછુ તથા મોટા ધંધાદારી જથ્થાબંધ વેચાણને વધુ મહત્વ આપે છે.

વોડાફોનવોડાફોન તથા થ્રી ભારતીયોની પહેલી પસંદ છે. બન્ને એકજુથ કંપનીઓ છે. ભારતીયો આ સેવા વાપરે એટલે ચોક્કસ મફત સેવા જેવું કંઇક હોવું જોઇએ. એ ખાસિયત એટલે વોડાફોનથી વોડાફોન નેટવર્ક પર કોલ “મફત”. ધરના બધા લોકો અને ભારતીય મિત્રો પાસે વોડાફોન હોય એટલે બધું જ “મફત”. અન્ય નેટવર્ક પર ફોન કરવા મોંધા હોય છે પણ જો મોટાભાગના ફોન મફત થતા હોય તો થોડા ફોન અન્ય નેટવર્ક પર કરવા મોંઘા દેખાતા નથી.

ઓપ્ટસઓપ્ટસ એટલે સસ્તા ફોન દરો વાળી સેવા. પણ મફતમાં કોઇ સર્વિસ મળતી નથી. આ કંપની હવે ધંધાકીય સેવા આપવામાં પાવરધી બની રહી છે. ઓસ્ટ્રેલિયાની બીજા નંબરની આ સૌથી મોટી કંપની છુટક ફોન જોડાણ આપવામાં ખુબ આગળ વધી રહી છે. તેમની વેચાણ દુકાનો મોટા શહેરોમાં ખુબ ફેલાયેલી છે. ઓપ્ટસમાં અદ્યતન ફોન, ટેબલેટ જેવી સુવિધાઓ ભરપુર અને સસ્તા દરે ઉપલબ્ધ છે.

મોબાઇલ સેવા ઉપરાંત આ કંપનીઓ હપ્તાથી નવા સ્માર્ટ ફોન, ટેબ્લેટ, ઇન્ટરનેટ, ટીવી ચેનલો અને અન્ય મુલ્યવર્ધિત સેવાઓ આપે છે. મોટાભાગના લોકો આઇફોન અથવા એન્ડરોઇડ સંચાલિત મોબાઇલ ફોન જ વાપરે છે. મોબાઇલ પોર્ટેબિલિટી સેવા અહિં ઘણા વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ઓપ્ટસથી વોડાફોન પર સ્થળાંતર થતાં મને માત્ર ૨ કલાક જ થયા હતા એ પણ રજાના દિવસે નહિતર તે ૩૦ મિનિટમાં પણ થઇ જાત.

મોટેભાગે સ્માર્ટફોન પર Facebook, Twitter, FourSquare, LinkedIn અને અન્ય સામાજીક સેવાઓનો વપરાશ મફત હોય છે અને ઇન્ટરનેટ ૧૦૦ એમબી થી લઇને ૪ જીબી સુધી મફત. બસમાં કે ટ્રેનમાં મુસાફરી વખતે લોકો હેડફોનથી સંગીતનો આનંદ માણતા હોય અથવા ઇન્ટરનેટ પર Facebook, Twitter, FourSquare કે LinkedIn જેવી સેવા વાપરવાનો આનંદ માણતા હોય છે. બાજુમાં બેઠેલા સાથે વાતચીત કરીને હેરાન કરવા સારી બાબત ગણાતી નથી.

ઓસ્ટ્રેલિયાના લોકજીવનની વાતો ફરી જરૂર લખીશ.

3 thoughts on “ઓસ્ટ્રેલિયાના ભારતીયો અને મોબાઇલ સેવા આપનાર કંપનીઓ

  1. યશવંત ઠક્કર

    ભારતીયો આ સેવા વાપરે એટલે ચોક્કસ મફત સેવા જેવું કંઇક હોવું જોઇએ.
    આ વાત અવારનવાર સાંભળી છે. ખાસ કરીને ત્યાના લોકોને અહીંથી સેવા આપનારી સંસ્થાઓમાં કામ કરતાં લોકો પાસેથી.

  2. sneha patel - akshitarak

    આજે થોડો સમય હતો એટલે થયું લાવ થોડા બ્લોગસની વિઝિટે જઊં..એમાં મારા બ્લોગ પર રેગ્યુલર વિઝિટર એવા તમારા બ્લોગ પર આવી ચડી…ખૂબ જ સરળતાથી સુંદર માહિતી આપો છો…મને ચોક્કસ મારા ફુરસતના સમયે આપનો બ્લોગ જોવાનું ગમશે..કીપ પોસ્ટીંગ.

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s