બ્રિજ ટુ બ્રિસ્બેન ૨૦૧૨

ઘણા દિવસોથી ઇચ્છા હતી કે કોઇ મેરેથોન કે નાની દોડ સ્પર્ધામાં ભાગ લેવો. આખરે જુન મહિનામાં ખબર પડી કે ૨ જી સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ બ્રિસ્બેન શહેરમાં દોડ સ્પર્ધા છે અને એ પણ ઓફિસ ખર્ચે. આ સ્પર્ધાનું નામ હતું “બ્રિજ ટુ બ્રિસ્બેન ૨૦૧૨“. એટલે ભાવતુ હતુ ને વૈદે કિધુ જેવો ધાટ થયો. આ સ્પર્ધામાં ૫ કિ.મી. અને ૧૦ કિ.મી. એમ બે વિકલ્પ હતા. મેં પણ મોટા ભાગના ઓફિસ મિત્રો સાથે ૫ કિ.મી. સ્પર્ધા પસંદ કરી. ઓફિસની SharePoint સાઇટ પર ફોર્મ ભરી હા પાડી કે તરત જ “સનસુપર” કંપની ટીમના સભ્ય તરીકે રજીસ્ટ્રેશન થઇ ગયું. પછી તો આયોજક વેબસાઇટ દ્વારા દોડવાની તાલીમ આપતા નિયમિત ઇમેઇલ આવવા લાગ્યા. પ્રત્યક્ષ તાલીમ ધરની પાસેના સાઉથ બેંક વિસ્તારમાં હતી, ત્યાં અમુક સત્રોમાં હાજરી આપી નવા આગંતુક તરીકે કાચીપાકી તાલીમ લીધી. તાલીમ આપનાર પ્રશિક્ષક પોતે મેરેથોન દોડવીર હતા એટલે ખુબ સારી રીતે નાની નાની વાતો જણાવી. ધણા શબ્દોનો અર્થ દોડવાની રીતે કઇ રીતે અમલમાં મુકાય તેની જાણ થઇ જેમ કે વોર્મ અપ, સ્ટ્રેચીંગ, ઇઝી રન, લોંગ વોક, સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ, રીકવરી. શુઝ, કપડાં, ઇજા અને ખાનપાનનુ ધ્યાન વગેરેને લગતી ચર્ચા પણ કરી.

રોજ સવારે દોડવા જવાનું ખુબ અધરું લાગ્યું એટલે સાંજે દોડવાનું શરુ કર્યું અઠવાડિયામાં ત્રણ દિવસ. બ્રિસ્બેન શહેરના મારા વિસ્તારના લોકો બારેમાસ અને આખો દિવસ દોડતા જ હોય છે. ક્રેઝી રનર્સ. સવારે ઓફિસ જતા રસ્તામાં લોકો દોડતા દેખાય, ભર બપોરે પણ લોકો ટોપી પહેરીને દોડે અને સાંજે તો દોડતા (કોઇ વાર કુતરા સાથે), સાયકલ સવારી કરતાં, સ્કેટબોર્ડિંગ કરતાં, સ્કેટીંગ કરતાં, રોક ક્લાઇમ્બીંગ અને નદીમાં કયાકીગ કરતા પણ જોવા મળે. લોકોની સાથે દોડવાની તાલીમ લેવાની મજા પડી. ઓગષ્ટ મહિનામાં રનીંગ કીટ આવી ગઇ. જેમાં નંબર સાથે બિબ, હેન્ડ બેલ્ટ, સિંગલેટ, ખભે લટકાવી શકાય તેવી બેગ, માહિતી પુસ્તીકા અને સ્ટિકર્સ હતા.

૨ સપ્ટેમ્બર ૨૦૧૨ એટલે સ્પર્ધાના દિવસે દોડવીરો માટે વાહનવ્યવહારની (બસ, ટ્રેન, ફેરી) સુવિધા મફત હતી.  ટ્રેનમાં મફત મુસાફરી કરવાની મજા પડી. ૮.૩૦ વાગે રસ્તામાં કેટલાક દોડવીરો ૧૦ કિ.મી. સ્પર્ધા પતાવીને પાછા ફરતા હતા. ૧૦ કિ.મી. સ્પર્ધા સવારે ૬ વાગે હતી અને ૫ કિ.મી. સ્પર્ધા સવારે ૯.૩૦ વાગે હતી. મારી પ કિ.મી.ની દોડ ક્રમબધ્ધ રીતે શરુ થવાની હતી. દરેક દોડવીરને ખાસ રંગીન બિબ આપવામાં આવ્યા હતા. દરેક રંગનો ખાસ હેતુ હતો તે દોડ પુરી કરવાના સમય સાથે સંકળાયેલો હતો. આ રંગો હતા જાંબુડી, કેસરી, આછો વાદળી અને ગુલાબી. આમ કરવાથી દરેક દોડવીર તેની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. આ રંગના બિબ ભુતકાળના નોંધાયેલા સમય મુજબ જ મળે છે.

રંગ મહત્તમ સમય
જાંબુડી < ૨૦ મિનિટ
કેસરી < ૩૦ મિનિટ
વાદળી < ૪૫ મિનિટ
ગુલાબી અન્ય

પ કિ.મી.ની દોડ રેમોરા રોડ, હેમિલ્ટનથી RNA પ્રદર્શન મેદાન સુધીની હતી. રેમોરા રોડ પર આવેલા બગીચામાં હજારો લોકો જમા થયા હતા. અહિં લોકો માટે નાસ્તાની વ્યવસ્થા હતી. કોન્ટીનેન્ટલ નાસ્તો ૧૫ ડોલર, હેલ્થી સ્ટાર્ટ ૧૭ ડોલર, બાર્બેક્યુ ૧૭ ડોલર અને પીકનીક નાસ્તો ૮૦ ડોલર (૪ વ્યક્તિઓ) જેવા ભાવ હતા. હું તો ઘરેથી જ નાસ્તો કરીને ગયો હતો. એક વિશાળ સ્ટેજ પરથી ડીજે અફલાતુન સંગીત સંભળાવતો હતો અને લોકો રનીંગ ઇનસ્ટ્રક્ટરની સુચના મુજબ વોર્મઅપ અને સાથે સાથે ડાન્સ કરતા હતા. સનકોર્પ બેંક તરફથી મફતમાં મળતી સનસ્ક્રિન લોશન અને ટોપી પણ મેળવી લીધી. સાડા નવ વાગે પોલીસ ક્લિયરન્સ મળતાની સાથે જ સ્પર્ધાની શરુઆત થઇ. નિયત સ્થળો પર પાણીની વ્યવસ્થા હતી. સ્વયંસેવકો/સેવીકાઓ અફલાતુન બની ઠનીને આવેલી હતી. ચિયરલીડર્સનો ડાન્સ જોવા વચ્ચે વચ્ચે માતા પિતા અને બાળકો ઊભા રહી જતા હતા. મારે વારંવાર દોડવા માટે જગ્યા શોધીને વાંકા ચુકા દોડવું પડતું હતું. વિડીયોવાળા અને કેમેરાવાળા કેટલાય લોકો આખીય સ્પર્ધા દરમિયાન શુટીંગ અને ફોટા પાડતા હતા. આમ હરતા ફરતા RNA મેદાનમાં સ્પર્ધા પુરી થઇ ગઇ.

આ મેદાનમાં આરામ, ખાવાપીવા અને આનંદપ્રમોદની બધીજ વ્યવસ્થાઓ હતી. ખરી મજાતો સ્પર્ધા પુરી થયા પછી જ હતી. મફત એનર્જી ડ્રીંક, સંતરા, તડબુચ, ફોટોગ્રાફ, ટી-શર્ટ, સમાચાર પત્ર, ખાણીપીણીની દુકાનો, સંગીત જલસાની મજા માણી. પછી થયો સુઝુકી અલ્ટો માટે લકી ડ્રો. સદભાગ્યે મારો નંબર લકી ડ્રોમાં ન લાગ્યો આમે ય મારી પાસે ગાડી પાર્કિંગની વ્યવસ્થા નથી. પ્રથમ નંબરને ઇનામ હતું $૧૦૦૦ અને ગાડીની કિંમત $૧૨૦૦૦ બધાયને (મને પણ) ગાડીમાં રસ હતો. બ્રિસ્બેનમાં પેટ્રોલ કરતાં પાર્કિંગમાં વધુ ખર્ચ થાય છે. બચી ગયો.

Amit Patel Bridge to Brisbane 2012

આ વર્ષના દોડ આયોજન પ્રસંગમાં ૪૦૦૦૦ લોકોએ નોંધણી કરાવી હતી. આ દોડનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં આવેલી વિવિધ સેવાભાવી સંસ્થાનો માટે દાન જમા કરવાનુ હતું અને કુલ  $૮,૩૭,૦૦૦ નું ભંડોળ થયું. ક્વિન્સલેન્ડના લોકોની ઉદાર હાથે દાન કર્યું. હવે પછીનું લક્ષ છે ૧૦ કિ.મી. બ્લોગર મિત્રોના સલાહ સુચન અને માર્ગદર્શન બદલ ખુબ ખુબ આભાર.

મારી દોડ સ્પર્ધાનું પરિણામ જવા અહિં લિંક પર ક્લિક કરો.

નીચેના વિડીયોમાં મને ઓળખો ૧૨ થી ૧૭ સેકન્ડ વચ્ચે.

આભાર: www.bridgetobrisbane.com.au

2 thoughts on “બ્રિજ ટુ બ્રિસ્બેન ૨૦૧૨

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s