બ્રિસ્બેન શેરી યુધ્ધ – ૧૯૪૨

હાલમાં બ્રિસ્બેનમાં “બ્રિસ્બેન ફેસ્ટીવલ – ૨૦૧૨” ચાલે છે. અહીં દુનિયાની વિવિધ પ્રજા અને સંસ્કૃતિઓનો શંભુમેળો જામેલો છે. એક જાઝ સંગીત વિશેના સમાચાર વાંચતા બ્રિસ્બેનના શેરી યુધ્ધ વિશે જાણવા મળ્યું.

બીજા વિશ્વયુધ્ધ દરમિયાન ઓસ્ટ્રેલિયા કદાચ પોતાનું રક્ષણ કરવા આત્મવિશ્વાસ ધરાવતું ન હતું. તેથી જ અમેરીકા અથવા બ્રિટન પાસે મદદની જરૂર પડી. લાખોની સંખ્યામાં અમેરીકી સૈનિકો (શ્વેત-અશ્વેત) ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાંથી પસાર થયા. અમેરીકન સૈનિકોની હાજરીથી ઓસ્ટ્રેલિયાની પ્રાદેશિક, સામાજીક અને સાંસ્કૃતિક ક્ષેત્રો પર તેની અસર પણ થઇ. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અમેરીકાની સૈન્ય પલટનો બ્રિસ્બેન, સિડની અને મેલબોર્ન શહેરોમાં હતી. જનરલ મેકઆર્થર દ્વારા દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રનુ થાણું બ્રિસ્બેન શહેરમાં નાખવામાં આવ્યું. ખુબ મોટી સંખ્યામાં અમેરીકી સૈન્યની હાજરીને કારણે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં દરેક વસ્તુઓની ખુબ જ માંગ ઉભી થઇ જેને લોકોએ ખુબ આવકાર આપ્યો.

source:state library of queensland

પરંતુ ઓસ્ટ્રેલિયન સૈનિકો અને અમેરીકન સૈનિકો વચ્ચે ઘણો તફાવત હતો. અમેરીકાના સૈનિકોનો યુનિફોર્મ ચડિયાતો, વધારે પગાર તથા જીવન જરૂરીઆતની સામગ્રી-પુરવઠાનો લાભ પણ અગણિત હતો. આ બધા કારણોસર દરેક હોટલ, દુકાન, રેસ્ટોરન્ટ, પબ વગેરેમાં તેમની પસંદગી પહેલી રહેતી હતી. સૌથી મોટુ કારણ અમેરીકાના સૈનિકોની ઉચ્ચ જીવનશૈલીને લીધે ઓસ્ટ્રેલિયાની છોકરીઓ/સ્ત્રીઓ અમેરીકાના સૈનિકો પ્રત્યે વધુ આકર્ષણ ધરાવતી હતી. ઓસ્ટ્રેલિયાના સૈનિકો અને નાગરિકો માટે આ અપમાનજનક ઘટના હતી.

source: brisbanetimes.com.au


અમેરીકી સૈન્યમાં અશ્વેત સૈનિકો પણ હતા જેઓ દરેક સ્થળે જઇ શક્તા જ્યારે ઓસ્ટ્રેલિયાના મુળ અશ્વેત એબોરીજીન (આદિવાસી) લોકોને સામાન્ય નાગરિક અધિકારો નહોતા. વળી અશ્વેત સૈનિકો અને ઓસ્ટ્રેલિયાની સ્ત્રીઓ સાથે ડાન્સ અને જાઝ સંગીતનો આનંદ સાથે માણતા તેને લીધે રંગભેદને લગતા તોફાનો પણ થતા. આને લીધે અમેરીકી મિલિટરી પોલીસે અશ્વેત સૈનિકોને દક્ષિણ બ્રિસ્બેન પુરતાં જ સિમિત રાખ્યા હતા. ઓસ્ટ્રેલિયાના લોકોને અહિં જાઝ સંગીતનો આ પ્રથમ લડાયક પરિચય થયો હતો.

અહિંની આલ્બર્ટ સ્ટ્રીટ પર સૈનિકો વચ્ચે નાની નાની બોલાચાલી અને ઝગડા વારંવાર થતા. વળી થેંક્સગીવીંગ ડે વખતે અચાનક શેરી યુધ્ધ થયું જેમાં એક ઓસ્ટ્રેલિયાના સૈનિકની અમેરીકાના સૈનિક દ્વારા હત્યા થઇ. ત્યાર બાદ બંન્ને પક્ષે સેંકડોની સંખ્યામાં સૈનિકો અને લોકો ઘવાયા.

વિવિધ સંસ્કૃતિઓનું મિશ્રણ સાવ સરળ હોતું નથી.

4 thoughts on “બ્રિસ્બેન શેરી યુધ્ધ – ૧૯૪૨

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s