બ્રિસ્બેન નવરાત્રી ૨૦૧૨

બ્રિસ્બેનમાં વાર તહેવારે દુનિયાભરના જાતજાતના ઉત્સવો ચાલતા જ હોય છે. આ વર્ષે નવરાત્રી જોવા તેમજ ગરબા રમવા જવાનો મોકો પણ મળ્યો. ગયા વર્ષે અમે નવા સવા હતા, ખબર નહોતી કે ગરબા ક્યાં થતા હશે અને મોડેથી જ્યારે ખબર પડી તે દિવસે વરસાદ પડ્યો હતો. આ વર્ષે ફેસબુક અને બ્રિસ્બેન ઇન્ડિયન ટાઇમ્સ પર પહેલેથી જ ધ્યાન રાખ્યું હતું. અહીંયા ગરબા મોટે ભાગે શનિ-રવિ જ ગોઠવેલા હોય છે કારણ કે સામાન્ય દિવસોમાં લોકો નોકરી ધંધા (કમાવવામાં) અથવા અભ્યાસમાં મગ્ન હોય છે.

આ મોસમના પ્રથમ ગરબા કાર્યક્રમનું નામ હ્તું “દાંડીયા ધુમ” જેનું આયોજન ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીની કલ્ચરલ સોસાયટી ઓફ ઇન્ડીયા – બ્રિસ્બેન અને યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડની ઇન્ડિયન સ્ટુડન્ટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ૩૦ સપ્ટેમ્બરે હતું. પ્રવેશ મફત, કોઇ જ ફી નહોતી અને પાર્કીંગની વ્યવસ્થા પણ સારી હતી. ખાવા પીવામાં ચાટ, સમોસા અને અન્ય નાસ્તાની વ્યવસ્થા પણ સારી હતી. મોટાભાગના હાજર લોકો વિદ્યાર્થીઓ અથવા યુવાન વયના લોકો હતા. થોડા ઘણા ભારતીય દાદા દાદીઓને જોવાનો પણ મોકો મળ્યો અને વાતો પણ કરી. આ પ્રસંગની શરૂઆતમાં સાંજે ૪ થી પ ગરબા વર્કશોપનું આયોજન હતું જેમાં થોડાંક ભારતીયો ઉપરાંત યુરોપીયન અને ચાઇનીઝ જેવા લાગતા લોકોએ ગરબાના પ્રકાર જાણ્યા અને વિશિષ્ટ શૈલીઓની પ્રેક્ટીસ કરી કરીને ગોખી લીધી. સાંજે ૬ વાગે બધા જ લોકો પરંપરાગત વેશભૂષામાં બની ઠનીને આવી પહોંચ્યા અને ગરબાની શરૂઆત થઇ. ખાસ આનંદની વાત હતી કે દાંડીયાની જોડ મફત હતી 🙂 ઘણા જુના મિત્રોને મળવાનું થયું અને નવા મિત્રો પણ બન્યા. શરૂઆતમાં પરંપરાગત જુના નવા ગરબા ઉપરાંત છેલ્લે હિંદી ફિલ્મી ગીતો સાથે નાચવાની લોકોને ખુબ મજા પડી ગઇ. ભારત બહારના લોકો પણ બોલીવુડ ડાન્સના દિવાના હોય છે એ પણ નજરો નજર જોઇ લીધું.

આ મોસમના બીજા ગરબા હતા ગુજ્જુ લાયન્સ એસોસિએશન ઓફ બ્રિસ્બેનના “ગરબા નાઇટ્સ ૨૦૧૨” જે ટુમ્બુલ ઇન્ડોર સ્પોર્ટસ સેંટરમાં ૧૩ અને ૧૪ ઓક્ટોબરે હતા. સંગીતવૃંદ “સાઉન્ડ્સ ઓફ બોલિવુડ” – હર્ષદ સોનીના ગ્રુપ દ્વારા ગરબાની શરૂઆત ત્રણ તાળીના ગરબાથી થઇ પછી બે તાળી અને દોઢીયુ. બાળકો માટે રમવાની ખાસ વ્યવસ્થા હતી અને નાસ્તાપાણીની વ્યવસ્થા રસોઇ ઇન્ડિયન રેસ્ટોરન્ટ તરફથી હતી. ખાવામાં ભેળ, દાબેલી, આલુ ટિક્કી અને સોફ્ટડ્રીંક્સ વગેરે ઉપલબ્ધ હતા. આ ગરબામાં બ્રિસ્બેનમાં વસતા બધા જ ભારતીયોની હાજરી નજરે પડતી હતી. ભારતથી આવેલા ઇન્ફોસીસ, એસેન્ચર, ઓરેકલ, ટીસીએસમાં કામ કરતાં સોફ્ટવેર એન્જીનિયરો પરીવાર સાથે મળ્યા. આઠેક વાગે અંબે માતાની આરતી થઇ અને નાનો બ્રેક પડ્યો. કેટલાક ગુજરાતી મિત્રો તેમની યુરોપીયન અને ચાઇનીઝ ગર્લફ્રેંડ/ધર્મપત્નિ સાથે આવ્યા હતા અને તેમના ગરબા જોવાની મજા પડી 🙂 કારણ કે… બધાથી દેખાવમાં અને પહેરવેશમાં 🙂 અલગ લાગતાં હતા. મારા ઓફિસના મિત્રો અને વડોદરાવાળા મિત્રો સાથે ગરબા રમવાનો ખુબ આનંદ લીધો.

આ સિવાય બ્રિસ્બેન તથા ગોલ્ડ કોસ્ટમાં ઘણા બધા ગરબા કાર્યક્રમોનુ આયોજન છે પણ બધે જઇ શકાય તેમ નથી. શરદ પુનમના ગરબા (૩ નવેમ્બર) સાઉથ બેંકમાં ગુજરાતી એસોશિએશન ઓફ ક્વિંસલેન્ડ દ્વારા આયોજીત છે તેમાં જવાનું પણ આયોજન છે.

વિદેશમાં દરેક તહેવાર વખતે લોકોને ભારત યાદ આવી જ જાય છે સાથે સાથે તહેવારનું મહત્વ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર નવી પેઢીને પણ થતો રહે છે. નિશાળમાં સંસ્કૃત વિષયમાં શુભાષિત વાંચેલુ કે “મનુષ્યો ઉત્સવ પ્રેમી હોય છે”, બસ ગમે ત્યારે સમય અને સાથીદારો જોઇએ.

5 thoughts on “બ્રિસ્બેન નવરાત્રી ૨૦૧૨

 1. yuvrajjadeja

  જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ! હમણાં એક ગુજરાતી ફિલ્મ આવેલી “પરદેશ – એક સપનું ” જે ઓસ્ટ્રેલિયા માં શૂટ થઇ છે , જેમાં મેલબોર્ન બતાવેલું , અને ત્યાં ના ગરબા પણ !
  તમારો અહેવાલ ગમ્યો , ઝીણી ઝીણી વિગતો પણ આવરી લીધી છે .

 2. aataawaani

  અમિતભાઈ
  તમારા ગામના ગરબા જોયા તમે બહુ સરસ વિગત કહી .અહી અમેરિકાના એરિઝોના સ્ટેટના પાટનગર phoenix શહેરમાં ગરબામાં ફી હોય છે .લોકો માતાજીના પ્રસાદ તરીકે લાવેલા હોય એ અને થોડુક ગરબા આયોજકે ફી લીધી હોય એમાંથી મંગાવી રાખ્યું હોય એ ખાવાનું ગરબા ગવડાવવા વાળાની મંડળી ગાતી વગાડતી હોય અને એના તાલમાં બેનો ભાઈઓ નાચતા હોય બે ચાર અમેરિકાનો હોય .સીનીયરો બેઠા બેઠા ગરબા નિહાળતા હોય .હું તો અમારા ગામનો ઇન્ડિયનોમાં સીનીયર છું .પણ બધાની સાથે ઠેકડા મારવા મંડી જાઉં . હો .

 3. પિંગબેક: બ્રિસ્બેનમાં તહેવારો | પટેલ પરીવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s