ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૧

ન્યુ સાઉથ વેલ્સનો ધ્વજ

ન્યુ સાઉથ વેલ્સનો ધ્વજ

બે વર્ષ પહેલા જ્યારે પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા આવવાનું થયું ત્યારે SBS ટીવી ચેનલ પર “ફર્સ્ટ ઓસ્ટ્રેલિયન” દસ્તાવેજી ફિલ્મ જોવાનો મોકો મળ્યો હતો. તેની થોડી ઘણી યાદગીરી નીચે દર્શાવેલ છે.

આ ફિલ્મ જોઇને તરત જ ખ્યાલ આવી જાય કે ઓસ્ટ્રેલિયા અદભુત સંસ્કૃતિઓનો સમન્વય ધરાવતો દેશ છે. વર્ષો પહેલા આ દેશમાં ૨૫૦ જેટલી વિવિધ માનવ જાતિઓ રહેતી હતી. દરેકનો અલગ અલગ ભૌગોલિક વિસ્તાર, આધિપત્ય, કાયદાઓ અને ભાષા હતી. તેઓ સમગ્ર ઓસ્ટ્રેલિયા ખંડમાં ફેલાયેલા હતા. આ પૃથ્વી પરની સૌથી જુની જૈવીક સંસ્કૃતિનો વિકાસ અહિં થયો હતો જે ૬૦૦૦૦ વર્ષ કે તેથી વધુ જુની માનવામાં આવે છે.

ઇ.સ. ૧૭૮૮માં અજાણ્યા લોકો કોઇ ચેતવણી વગર પુર્વકિનારાના વરાંગ પ્રદેશમાં આવ્યા અને તે પ્રદેશને નામ આપ્યું સિડની. એ લોકો હતા અંગ્રેજો. જેમની પહેલી મુલાકાત પ્રથમ ઓસ્ટ્રેલિયાવાસી એટલે કે એબોરીજનલ  લોકો સાથે થઇ. અહિં તેમના સામાજીક સંપર્કમાં કેટલાક મિત્રો બન્યા અને કેટલા દુશ્મનો.

વહાણોમાં આવેલા અંગ્રેજોની સંખ્યા ૧૧૦૦ જેટલી હતી અને તેમણે સિડની (ન્યુ સાઉથ વેલ્સ)માં પ્રથમ વસાહત શરૂ કરી. તેમના સંપર્કમાં રહેવાથી અસંખ્ય એબોરીજનલ લોકોને ઓરી કે અછબડા જેવા રોગો થયા અને મૃત્યુને ભેટ્યા. આ ફિલ્મના પ્રથમ ભાગમાં બેનેલોંગ (મુળ ઓસ્ટ્રેલિયન) અને ગવર્નર આર્થર ફિલિપ (અંગ્રેજ) વચ્ચેની હકીકતો દર્શાવવામાં આવી છે. તેમની વચ્ચે ઘણી જ આત્મીયતા અને મિત્રતા હતી. આર્થર ફિલિપ જ્યારે બ્રિટન પાછો ફર્યો ત્યારે સાથે બેનેલોંગને પણ સાથે લેતો ગયો હતો.

અંગ્રેજોને અહીંયા જેમ જેમ ઓસ્ટ્રેલિયાના આંતરીયાળ પ્રદેશોમાં આગળ વધતા ગયા તેમ તેમ એબોરીજનલ લોકો સાથે ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો. એબોરીજનલ લોકો બદલો લેવા ખેતરો સળગાવી નાખતા, ઘેટાં અને પશુઓને મારી નાખતા. “પેમુલવય” નામના શૂરવીર યોધ્ધાએ બહાદુરીપુર્વક અંગ્રેજોનો સામનો કર્યો હતો. પેમુલવયની હત્યા બાદ તેના અવશેષોને બ્રિટન લઇ જવામાં આવ્યા. ગુન્હેગારોને કાબુમાં કરવા તેમને રમ (આલ્કોહોલ) આપવામાં આવતો જેથી તેમને સરળતાથી કાબુમાં રાખી શકાય. આને લીધે પ્રથમ ઓસ્ટ્રેલિયન લોકોમાં પણ આ આદત આવી હશે એમ મનાય છે.

અંગ્રેજોની આગેકુચ ઓસ્ટ્રેલિયાના અંદરના પ્રદેશોમાં ચાલુ જ રહી અને તેમનો સામનો થયો ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા સમુદાય “વિરાજુરી”. આ સમુદાયનો રાજા હતો “વિન્ડરાડાઇન”. આ સમુદાયના વિસ્તારમાં અંગ્રેજોએ વસાહત સ્થાપી અને વૃક્ષો કાપી ખેતીની શરૂઆત કરી. આ મુખ્ય કારણ હતું સ્થાનિક સંઘર્ષનું. અહીં ખુબજ ભયંકર યુધ્ધ બાદ સ્ત્રીઓ તથા બાળકોને મારી નાખી આ સમગ્ર જાતિને સંપુર્ણ નાબુદ કરી નાખવાનું અભિયાન અંગ્રેજો દ્વારા શરું થયું. અંતે વિરાજુરી સમુદાયે શરણાગતી સ્વિકારી.

આજેય એબોરીજનલ લોકો અને વસાહતીઓ વચ્ચે મુખ્ય મતભેદ છે જંગલ, જમીન અને કુદરતી સ્ત્રોતના ઉપયોગનો.

વધુ માહિતીઃ ફર્સ્ટ ઓસ્ટ્રેલિયન

11 thoughts on “ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૧

  1. પિંગબેક: ઓસ્ટ્રેલિયાના દેશી મિત્રો | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s