ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૨

ટાસ્માનિયા

ટાસ્માનિયા રાજ્યનો ધ્વજ

બે વર્ષ પહેલા જ્યારે પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા આવવાનું થયું ત્યારે SBS ટીવી ચેનલ પર “ફર્સ્ટ ઓસ્ટ્રેલિયન” દસ્તાવેજી ફિલ્મ જોવાનો મોકો મળ્યો હતો. તેની થોડી ઘણી યાદગીરી નીચે દર્શાવેલ છે.

ટાસ્માનિયા રાજ્ય ઓસ્ટ્રેલિયાના દક્ષિણ તરફ આવેલું છે. અહીં માનવ વસવાટ ૪૦૦૦૦ વર્ષ જુનો માનવામાં આવે છે. ટાસ્માનિયા રાજ્યમાં અઢારમી સદીની શરુઆતમાં આશરે ૧૫૦૦૦ જેટલા પ્રથમ ઓસ્ટ્રેલિયનો રહેતા હતા. જેમને એબોરીજીનલ લોકો તરીકે પણ ઓળખાય છે. અહીં ધીરે ધીરે યુરોપીયન વસાહતીઓ આવવા લાગ્યા. ઇ.સ. ૧૮૩૦ માં હજારો એકર જમીન યુરોપીયન વસાહતીઓને વાપરવા માટે આપવામાં આવી. આને પરિણામે પ્રથમ ઓસ્ટ્રેલિયનો અને યુરોપીયન વસાહતીઓ વચ્ચે ખુંખાર યુધ્ધ “બ્લેક વોર” નો જન્મ થયો. વળી પ્રથમ ઓસ્ટ્રેલિયન લોકો જો ગામમાં આવે કે ખેતરોમાં દેખાય તો તેમના પર ગોળીબાર કરી હત્યા કરવી એ કાયદેસર કૃત્ય ગણાતું. જો જીવતા પકડાય તો સરકાર તરફથી ૨ પાઉન્ડ બાળકોના અને ૫ પાઉન્ડ પુખ્તવયના લોકોના મળતા.

ટ્રુગાનિનિ

ટ્રુગાનિનિ – સ્ત્રોતઃ વિકીપીડીયા

ટ્રુગાનિનિ નામની એબોરીજીન સ્ત્રી આવા જ યુધ્ધના વાતાવરણમાં ઊછરી હતી. તેના સમગ્ર પરીવારમાંથી તે એક માત્ર બચી હતી. ટ્રુગાનિનિ ૧૮ વર્ષની ઉંમરે પહોંચતા પહેલા તેના પિતા, પતિ, બહેન (અપહરણ)ની હત્યા થઇ હતી. યુરોપીયન રોગોને કારણે પણ મોટી સંખ્યામાં પ્રથમ ઓસ્ટ્રેલિયન લોકોના મૃત્યુ થયા.

કાળા લોકો ગામમાં રહે અથવા નજીક રહે તો જમીનના ભાવ નીચા થઇ જાય છે તેવા દબાવ હેઠળ ગોળીબાર કરવો સામાન્ય વાત થઇ ગઇ હતી. અઢારમી સદીના મધ્ય ભાગ સુધી ટાસ્માનિયામાં માત્ર ૪૭ પ્રથમ ઓસ્ટ્રેલિયન લોકો બચ્યા હતા. આવા મુશ્કેલ સમયમાં ટ્રુગાનિનિએ અંગ્રેજો અને સ્થાનિક યુધ્ધવીરો વચ્ચે દુભાષિયા તરીકે કામ કર્યું અને સમાધાન યોજના સમજાવી.

ગવર્નર આર્થરની બીજી યોજના હતી બ્લેક લાઇન. પ્રથમ ઓસ્ટ્રેલિયન લોકોની જમીનના ભાગલા કરવા જેથી યુરોપીયન લોકો માટે સારો વિસ્તાર બનાવી શકાય અને અન્ય ભાગમાં એબોરીજનલ લોકો રહે. આ રાજ્યમાં આશરે ૨૨૦૦ જેટલા ગોરા લોકો રહેતા. જેઓ બ્રિટનથી તડીપાર કરેલા ગુનેગારો હતા. જેમને અહીં સૈનિક બનાવી હાથમાં બંદુક પકડાવી દેવામાં આવી હતી. આ કારણે જ અહીં ભયંકર હત્યાકાંડ સર્જાયો હતો. તેમના માટે અહીં જ સ્થાયી થવાનું છે એટલે બધા જ એબોરીજીન લોકોને મારી નાખીને અહીં વિકાસ કરવો.

દુનિયાભરમાં ઓસ્ટ્રેલિયાના ઇતિહાસ માટે કહેવાય છે કે અહિં કોઇ ક્રાંતિ કે હત્યાકાંડ કે લડાઇ થઇ ન હતી. અહિંનું બંધારણ શાંતિના સમયમાં લખાયેલું. જે વાસ્તવિકતાથી બિલકુલ વિપરીત છે. એબોરીજીનલ લોકો માટે કેટલાક બંધનો હતા જેમકે તેમણે માતૃ ભાષા બોલવી નહીં, સ્થાનિક તહેવારો ઉજવવાની મનાઇ અને ફરજીયાત ખ્રિસ્તી ધર્મ પ્રમાણે રહેવું.

અંતિમ ટાસ્માનિયાના એબોરીજીનલ લોકો

ટાસ્માનિયાના અંતિમ એબોરીજીનલ લોકો – સ્ત્રોતઃ વિકીપીડીયા

જે પ્રજા પોતાની ભાષા, સંસ્કૃતિ અને આત્મા ગુમાવે છે તેઓ ગુલામ બને અને રોગો સામે પ્રતિકાર કરી શક્તા નથી. ચાર્લ્સ ડાર્વિને પણ હોબાર્ટની મુલાકાત લીધી ત્યારે તેમની બુકમાં ઉલ્લેખ પણ કર્યો હતો.

ટ્રૂગાનિનિ અને બાકીના લોકોને સરકાર તરફથી કરવામાં આવેલા વચનો પાળવામાં આવ્યા નહિ. તેમની સાથે વિશ્વાસઘાત થયો. તેમને ઘણી જગ્યાએ વારંવાર સ્થળાંતરીત કરવામાં આવ્યા. અંતિમ સમયમાં તેઓ ખુબજ દુઃખી હતા અને અંદરખાને તુટી ગયા હતા. આ એબોરીજીન લોકોના મૃત્યુ પછી તેમની કબર ખોદીને અવશેષોને અભ્યાસ માટે બ્રિટન મોકલવામાં આવ્યા. જે ઓસ્ટ્રેલિયાના એબોરીજીનલ લોકોના ઇતિહાસની ભયાનકતા દર્શાવે છે. ટ્રૂગાનિનિને અંતિમ ટાસ્માનિયન એબોરીજીન માનવામાં આવતી હતી. તેણે પોતાના મૃત્યુ પછી શરીરના અવશેષોને કાપકૂપ ન કરવામાં આવે તેવી વિનંતી કરી. તેના મૃત્યુ પછી તેના હાડપીંજરને મ્યુઝીયમમાં રાખવામાં આવ્યું અને આશરે તેના ૧૦૦ વર્ષ પછી તેના અવશેષોને દરિયામાં વિસર્જીત કરવામાં આવ્યા.

થોડી એબોરીજીનલ સ્ત્રીઓ નાના ટાપુઓ પર ખલાસીઓ સાથે અને તેમના બાળકો સાથે રહેતી અને તેમણે મુળભુત સંસ્કૃતિ જાળવી રાખી હતી.

વધુ માહિતીઃ ફર્સ્ટ ઓસ્ટ્રેલિયન

14 thoughts on “ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૨

  1. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૫ | પટેલ પરિવાર

  2. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૬ | પટેલ પરિવાર

  3. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૭ | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s