ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૩

વિક્ટોરીયા રાજ્યનો ધ્વજ

વિક્ટોરીયા રાજ્યનો ધ્વજ

બે વર્ષ પહેલા જ્યારે પ્રથમ વાર ઑસ્ટ્રેલિયા આવવાનું થયું ત્યારે SBS ટીવી ચૅનલ પર “ફર્સ્ટ ઑસ્ટ્રેલિયન” દસ્તાવેજી ફિલ્મ જોવાનો મોકો મળ્યો હતો. તેની થોડી ઘણી યાદગીરી નીચે દર્શાવેલ છે.

ઍબોરીજીનલ વિસ્તારો

વિક્ટૉરીયાના ઍબોરીજીનલ વિસ્તારો

ત્રીજા ભાગમાં વિક્ટોરીયા રાજ્યની ઐતિહાસિક હકીકતનો ઉલ્લેખ છે. ઇ.સ. ૧૮૬૦માં આ રાજ્યમાં ગોરાલોકોની વસ્તી ૫ લાખની થઇ અને વધતી ગઇ. જ્યારે ઍબોરીજીન લોકોની વસ્તી ૬૦ હજારમાંથી માત્ર ૨ હજાર થઇ. આ રાજ્યમા ૨૬ જેટલી વિવિધ ભાષાઓ બોલાતી હતી જે આજે લુપ્ત થઇ ચુકી છે. આ રાજ્યના વુરુંદજેરી આદિવાસી સમુદાયના સિમૉન વૉન્ગા મુખ્ય નેતા હતા. અહીં આદિવાસી લોકોની જમીન ગોરા લોકોએ પચાવી પાડી હતી. તેમણે પોતાના જ દેશના લોકોના જીવન નિર્વાહ માટે ગોરાલોકો પાસે થોડી જમીનનો હક માગ્યો અને માલિકી મેળવવાની તજવીજ કરી. વિલીયમ બરાક નામના નેતાએ પણ પોતાના દેશના લોકોના ઉત્થાન માટે અથાગ પ્રયત્નો કર્યા હતા.

અહીં ઍબોરીજીન લોકો માટે રહેવા અને ખાસતો કામ કરાવવા “અનામત સ્ટૅશન” બનાવવામાં આવતા. જેમાં ઍબોરીજીન લોકો સાથે રહીને કામ/મજુરી કરતા. અહીં મિશનરી પ્રવૃત્તિઓ બધી જ જગ્યાએ ચાલતી. તેના પ્રભાવમાં આદિવાસી લોકોએ ખ્રીસ્તી ધર્મ અપનાવ્યો અને યુરૉપીય જીવનશૈલી અપનાવી. આ સ્ટૅશન પર તેઓ ક્રિકૅટ રમતાં અને વર્તમાન પત્રો વાંચતા શીખ્યા. નાના બાળકોને નિશાળની સુવિધા પણ મળતી.

આ વિસ્તારમાં જમીન એબોરીજીનલ લોકોને આપવાને બદલે ૧૮૭૨માં બિયર માટેની ફૅક્ટરીની સ્થાપના થઇ જેમાં ગોરા કામદારને કામ કરવા માટે વધુ પગાર અપાતો જેથી એબોરીજીનલ લોકોને ખુબ અન્યાય થતો. વળી એબોરીજીનલ લોકોને સરકાર તરફથી વચન આપવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં તેમના માટે હૉસ્પિટલ બનશે જે કદી જ બન્યું નહીં. તેથી ઍબોરીજીનલ લોકોએ હડતાલ પાડી અને પાર્લામેન્ટ સુધી પોતાની રજુઆત કરી.

ઍબોરીજીનલ વ્યક્તિઓ

વિક્ટૉરીયાના ઍબોરીજીનલ વ્યક્તિઓ

અહીં એબોરીજીનલ બાળકોને શિક્ષણ માટે તેમના મા-બાપથી અલગ કરી માઇલો દુર અન્ય નિશાળ-હૉસ્ટેલમાં રાખવામાં આવતા અને તેમને મળવા માટે માતાપિતાએ અનુમતિ લેવી પડતી. આ બધી વિગતોનો ઓસ્ટેલિયાના નિશાળ કે કૉલેજના શિક્ષણમાં ક્યાંય ઉલ્લેખ નથી. વિલીયમ બરાકના પુત્રનું આવી જ નિશાળમાં અવસાન થયું અને તે પોતાના બાળક સાથે રહી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયામાં આદિવાસીઓની “લૉસ્ટ જનરૅશન” છે જેને ખોવાયેલ પેઢી તરીકે ઓળખાય છે. આજે પણ ઓસ્ટ્રેલિયામાં મિશ્ર જાતિના લોકો જોવા મળે છે જેમાં ગોરા પિતા અને એબોરીજીનલ માતા મહદઅંશે હોય છે.

7 thoughts on “ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૩

  1. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૪ | પટેલ પરિવાર

  2. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૫ | પટેલ પરિવાર

  3. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૬ | પટેલ પરિવાર

  4. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૭ | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s