ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૪

નૉર્ધન ટૅરીટોરી ધ્વજ

નૉર્ધન ટૅરીટોરી ધ્વજ

બે વર્ષ પહેલા જ્યારે પ્રથમ વાર ઑસ્ટ્રેલિયા આવવાનું થયું ત્યારે SBS ટીવી ચૅનલ પર “ફર્સ્ટ ઑસ્ટ્રેલિયન” દસ્તાવેજી ફિલ્મ જોવાનો મોકો મળ્યો હતો. તેની થોડી ઘણી યાદગીરી નીચે દર્શાવેલ છે.

ફર્સ્ટ ઓસ્ટ્રેલિયનના ચોથા ભાગમાં ઇતિહાસ છે મધ્ય અને ઉત્તર ઓસ્ટ્રેલિયાનો. અંગ્રેજોના આવ્યાને ૧૦૦ વર્ષ થવા છતાં તેઓ ઓસ્ટ્રેલિયાના મધ્ય ભાગ સુધી ગયા નહોતા. ૧૮૭૦માં પ્રથમ ટૅલીગ્રાફ પૉસ્ટના થાંભલા નાખવા માટે દક્ષિણથી ઉત્તર તરફની મુસાફરી થઇ. આ ધટનાને લીધે સમગ્ર ઇતિહાસ અને સંસ્કૃતિ બદલાઇ ગઇ. આ વિસ્તાર મોટે ભાગે પર્વતો અને રણથી ઘેરાયેલો હતો. અહીં વસવાટ કરતા ઍબોરીજીનલ લોકો માટે પર્વતો અને પાણીના સ્ત્રોતો પવિત્ર સ્થાનો હતા. તેમને ઓળંગવા કે નુકસાન પહોંચાડવાની સખ્ત મનાઇ હતી. આ કાયદાનો ભંગ કરનારને મૃત્યુદંડની સજા થતી.

nt_pic

આ વિસ્તારમાં જર્મન ખ્રિસ્તી મિશનરીઓએ વસવાટ કર્યો અને હર્મન્સબર્ગ મિશનની સ્થાપના કરી. તેમણે એબોરીજીનલ લોકોને મફતમાં ભોજન, કપડાં અને બ્લૅન્કેટ આપ્યા અને ખ્રિસ્તી ધર્મ પાળતા કર્યા. બાળકો માટે નિશાળ ખોલી અને બાઇબલની વાર્તાઓ કહેતા. એબોરીજીનલ વૃધ્ધો તેમના બાળકો અને યુવાનોને કહેતા કે તમે ખોટે રસ્તે જઇ રહ્યા છો અને જીવનમાં શીખવાની આ રીત ખોટી છે. વૃધ્ધો મિશનરીઓને ધિક્કારતા હતા કારણ કે તેઓ સંસ્કૃતિને બદલી રહ્યા હતા. ત્યાર બાદ મિશનરીઓએ માત્ર બાળકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ૧૦ વર્ષબાદ તેમને સંપુર્ણ ધર્મપરીવર્તન પામેલા અને યુરોપીયન જીવનશૈલીવાળા એબોરીજીનલ લોકો બનાવ્યા. જો કે આ બાળકોના માતાપિતા અત્યંત દુઃખી હતા.

ચર્ચ

નોર્થન ટેરીટોરીનું ચર્ચ

ત્યારબાદ આ વિસ્તારમાં ૨૦હજારથી પણ વધારે ઢોરઢાંખર સાથે ગોરા લોકો વસવાટ કરવા આવ્યા. જેને લીધે આ પ્રદેશમાં નદીઓ, પાણીના સ્ત્રોતો, પર્વતો અને પવિત્ર જગ્યાઓને ખુબ નુકસાન થયું. રણપ્રદેશમાં પાણી જ જીવન હોય છે. ઍબોરીજીનલ લોકોના પુર્વજોની હજારો વર્ષો જુની પર્યાવરણ સાથેની ઘનીષ્ટતા તુટવા લાગી. આ જ અરસામાં દુકાળ પણ પડ્યો અને પાણી માટે એક રીતે યુધ્ધની શરૂઆત થઇ ગઇ. વળી ઍબોરીજીનલ લોકોએ આ પશુઓને મારી નાખી ભોજનની વ્યવસ્થા કરવા લાગ્યા. જેથી ગોરા લોકોએ શસસ્ત્ર પોલીસ રક્ષણની વ્યવસ્થા કરી.

વિલીયમ વિલશાયર નામના કૉન્સ્ટેબલે ઘણા લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને આ વિસ્તારમાં ઍબોરીજીનલ પુરુષોની સંખ્યા અત્યંત ઝડપથી ઘટવા લાગી. સ્થાનિક આદિવાસી લોકોએ ઘન, સત્તા અને સ્ત્રીઓ મેળવવા માટે વિલીયમને સાથ આપ્યો અને તેમણે સ્થાનિક સેના બનાવી. અહીં થયેલા હત્યાકાંડને લીધે પાર્લામેન્ટમાં તેની ફરીયાદ થઇ અને તેને જેલ ભેગો કરવામાં આવ્યો પરંતું તેને બાદમાં કોઇ સજા ન થઇ. ગોરા પિતા અને આદિવાસી માતા થકી ઘણા મિશ્ર જાતિના બાળકો આજે પણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. ઍબોરીજીનલ સ્ત્રીઓ ખુશ હતી કારણકે તેમના સંતાનો ગોરા હતા. ગોરા લોકો આદિવાસી સ્ત્રીઓને ઘરકામ અને મજુરી કરવા રાખતાં.

એલીસસ્પ્રીંગના પૉસ્ટમાસ્ટર ફ્રાંક ગિલન અને બાલ્ડવીન સ્પૅન્સર નામના નૃવંશશાસ્ત્રીએ મધ્ય ઓસ્ટ્રેલિયામાં સાથે રહીને એક પુસ્તક “નૅટીવ ટ્રાઇબ્સ ઑફ સૅન્ટ્રલ ઑસ્ટ્રેલિયા” પ્રકાશીત કર્યું. તેમના આ યોગદાનને ઓસ્ટ્રેલિયન ઇતિહાસમાં ખુબ પ્રમાણિત અને અભુતપુર્વ માનવામાં આવે છે.

ગિલન અને સ્પેન્સર

ગિલન અને સ્પેન્સર

8 thoughts on “ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૪

  1. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૫ | પટેલ પરિવાર

  2. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૬ | પટેલ પરિવાર

  3. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૭ | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s