ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૫

પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો ધ્વજ

પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો ધ્વજ

બે વર્ષ પહેલા જ્યારે પ્રથમ વાર ઑસ્ટ્રેલિયા આવવાનું થયું ત્યારે SBS ટીવી ચૅનલ પર “ફર્સ્ટ ઑસ્ટ્રેલિયન” દસ્તાવેજી ફિલ્મ જોવાનો મોકો મળ્યો હતો. તેની થોડી ઘણી યાદગીરી નીચે દર્શાવેલ છે.

ઇ.સ. ૧૮૯૦ના સમયગાળા દરમિયાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં પશુપાલન ઉદ્યોગ પુર જોશમાં હતો. જંદામાર્રાનો જન્મ ૧૮૭૩માં થયો હતો. તેનો ઉછેર પણ યુરોપીયન શૈલીથી થયો હતો અને કામકાજ પણ તેમના જેવું જ હતું. ઇતિહાસમાં તેને બનુબા લોકોનો તારણહાર, યુધ્ધવીર અને રક્ષક ગણવામાં આવે છે. તે નાનપણથી જ ધોડેસવારી, નિશાનેબાજી, પશુ રક્ષક તરીકે કુશળ હતો. તેણે પશુઓની હત્યાના ગુનાહ માટે નાની ઉંમરમાં પકડીને જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં કુશળ કામગીરીથી તેણે અંગ્રેજોનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં તેમની જ સાથે યુધ્ધે ચડ્યો હતો.

કિંબર્લી વિસ્તારમાં અંગ્રેજોના પશુપાલન પ્રવૃત્તિના અતિક્રમણને લીધે લોકોની જીવનશૈલી બદલાઇ ગઇ હતી. લોકો હવે એક કે બે દિવસ સુધી કાંગારૂઓના કે અન્ય વન્ય શિકાર કરવાને બદલે નદી કિનારે પાણી પીવા આવતા ગાય, ઘેટાં બકરાનો શિકાર કરવા લાગ્યા હતા. જેને લીધે અંગ્રેજોએ હજારો એબોરીજીનલ લોકોને બંધી બનાવી સાંકળોથી બાંધી જેલમાં રાખતા હતા. ૧૮૯૪માં ૪૦૦૦થી વધું ઘેટાંઓની હત્યા બાદ જંદામાર્રાની ધરપકડ થઇ હતી. જંદામાર્રા યુરોપીયન અને પોતાના દેશની સંસ્કૃતિ વચ્ચે વહેંચાયેલો હતો છેવટે તેણે પોતાના દેશની સંસ્કૃતિ અને નિયમો પસંદ કર્યા અને અંગ્રેજો સામે યુધ્ધે ચડ્યો. ત્રણ વર્ષ બાદ તેની હત્યા થઇ અને તેના મસ્તકને કાપીને ઇગ્લેંડ મોકલવામાં આવ્યું હતું.

એબોરીજીનલ લોકોને કેદ

કેદ થયેલા એબોરીજીનલ લોકો

ઓગણીસમી સદીમાં મિશ્ર જાતિના લોકોને પ્રેતાત્મા અથવા ખરાબ લોકો માનવામાં આવતા. ગ્લેડિસ ગિલિગન આવી જ એક છોકરી હતી. પોલીસ મિશ્ર જાતિના લોકોને પકડીને જેલમાં લાવતી અને પછી તેમને અનામત સ્ટૅશનમાં રાખવામાં આવતા. આવા સંતાનો પર માતાપિતાનો હક રહેતો નહોતો. અહીંની મિશનરી સંસ્થાનોમાં તેમનો ઉછેર થતો પણ તેમાં પ્રેમ કે લાગણીને કોઇ સ્થાન ન હતું. એક રીતે આ લોકો બાળમજુરો જેવા જ હતા. મિશનરીઓ દ્વારા ઉછરેલાં આવા બાળકો પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ ભુલી ગયા હતા. મિશ્ર જાતિના લોકોને માટે ખાસ અલગ નિયમો હતા.

૧૯૧૦ થી ૧૯૫૦ સુધીમાં આશરે ૫૦હજાર બાળકોને તેમના માતાપિતાથી હંમેશા માટે દુર કરી દેવામાં આવ્યા. ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવીન રૂડે સમગ્ર દેશવતી પાર્લામેન્ટમાં એબોરીજનલ લોકોની જાહેરમાં માફી માંગી હતી.

Advertisements

8 thoughts on “ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૫

 1. Pingback: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૭ | પટેલ પરિવાર

 2. હિમ્મતલાલ

  પ્રિય અમિતભાઈ
  તમારા તરફથી ખુબ જાણવા મળે છે” .જન્દામાર્રા જિંદાબાદ ” મુવી પણ જોઈ ખુબ ગમી .
  આવી ઐતિહાસિક માહિતી આપવા બદલ તમને હું ધન્યવાદ આપું છું
  .

  Reply
 3. હિમ્મતલાલ

  અમિતભાઈ
  મારા લખાણ બાબત બે શબ્દ લખીને ફરીથી તમારો ઓસ્ટ્રેલિયાનો ઈતિહાસ વાંચવા આપ્યો હોતતો મજા આવત, પછી આવો ,ઈ મેલ ઈને ઈ વાળો આવે તો મને વાંચવાનું બહુ મન નો થાય એટલે હું ન

  Reply
  1. અમિત પટેલ Post author

   આતા તમારી બધી કૉમેન્ટ “ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ-૫” પર જ આવે છે. ઇતિહાસ-૬ અને ઇતિહાસ-૭ ક્યારનાય મુકી દિધા છે.

   Reply

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s