ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૬

સાઉથ ઓસ્ટ્રેલિયાનો ધ્વજ

સાઉથ ઓસ્ટ્રેલિયાનો ધ્વજ

બે વર્ષ પહેલા જ્યારે પ્રથમ વાર ઑસ્ટ્રેલિયા આવવાનું થયું ત્યારે SBS ટીવી ચૅનલ પર “ફર્સ્ટ ઑસ્ટ્રેલિયન” દસ્તાવેજી ફિલ્મ જોવાનો મોકો મળ્યો હતો. તેની થોડી ઘણી યાદગીરી નીચે દર્શાવેલ છે.

વિલિયમ કૂપર

ડગ્લાસ નિકોલ્સ (સૌજન્યઃ વિકીપીડીયા)

ડગ્લાસ નિકોલ્સનો જન્મ ૧૯૦૬માં ન્યુ સાઉથ વેલ્સમાં થયો હતો. મિશનરી નિશાળમાં તેમનો અભ્યાસ થયો. નાનપણમાં તેઓ ઘેટાંઓની સંભાળ રાખવાનું કામ કરતા. નિશાળમાં પણ તેમને ઘરકામ, સફાઇકામ કે પશુઓને સાચવવાની તાલીમ અપાતી. તેમની બહેનને બળજબરી પુર્વક પોલીસ પકડીને ઘરકામ શિખવાડતી સંસ્થામાં લઇ ગઇ. મોટા ભાગના બધા જ પરિવારોઓ તેમના બાળકો ગુમાવ્યા. તેઓ ખ્રિસ્તી ધર્મના ચુસ્ત અનુયાયી હતા. તેઓ ઓસ્ટ્રેલિયન ફૂટબોલના સારા ખેલાડી હતા અને ક્લબૉ તરફથી રમતા. સામાજીક સેવાઓની સાથે સાથે તેમણે એબોરીજીનલ લોકો માટે સમાન નાગરીક હકો અને સામાજીક સ્વિકાર માટે ઝુંબેશ ચલાવી. ૧૯૩૫ માં ડગ્લાસ નિકોલ્સે ફૂટબૉલ મૅચ માટે ટ્રૅનમાં પર્થની મુસાફરી કરી. મુસાફરી દરમિયાન તેમણે રસ્તામાં ગરીબ, ભુખ્યા આદિવાસીઓને જોયા અને પોતાના દેશના નાગરીકોની આ હાલત જોઇને પારાવાર દુઃખ થયું. તેમણે જોયું કે ગોરા લોકો આદિવાસીઓને હંમેશા દબાવમાં રાખતા, ગુલામો જેવું વર્તન કરતાં અને ઘણીવાર આદિવાસીઓને મારવામાં પણ આવતા. અનામત સ્ટૅશનોમાં તેમને ખરાબ ભોજન, પાણી અને મર્યાદિત રાશન મળતું. તેમનો પ્રતિકાર કરવાની ખુબ ભયંકર સજા મળતી. તેમણે મેલબોર્નમાં અન્યાય વિરુધ્ધ હડતાલ પાડી અને  ગોરા લોકોને ઘરે ઘરે ફરીને સમજાવ્યા.

વિલિયમ કૂપર

વિલિયમ કૂપર (સૌજન્ય વિકીપીડીયા)

વિલિયમ કૂપર રાજકીય કાર્યકર્તા અને સામાજીક નેતા હતા. જેમણે આદિવાસીઓને નાગરીક હક મળે તે માટે આંદોલન કર્યું. તેમણે પાર્લામેન્ટમાં અરજી દાખલ કરી ઍબોરીજીનલ લોકોને થતાં અન્યાય વિરુધ્ધ ન્યાયની માંગણી કરી. તેમણે બીજા વિશ્વયુધ્ધમાં ભાગ લેવા માટે પ્રશ્નો ઉઠાવ્યા કે શા માટે તેમને સમાન નાગરીક હકો મળ્યા નથી, ગોરાઓએ તેમની જમીન પચાવી પાડી છે અને તે પણ મફતમાં અને દયા ભાવના રાખ્યા વગર.

બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અમુક ઍબોરીજીનલ લોકોને થોડાંક નાગરીક હકો મળ્યા જેઓ રમતગમત, સંગીત કે મિલીટરીમાં સેવા કે નોકરી કરતા હતા. જેવું વિશ્વયુધ્ધ સમાપ્ત થયું કે એબોરીજીનલ લોકોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા. ઍબોરીજીનલ લોકોને ખાસ પ્રમાણપત્ર આપવામાં આવતું. જેના વગર તેઓ મુક્તપણે હરીફરી શક્તાં નહી. ટુંકમાં ઍબોરીજીનાલીટી ભુલો અને ગોરા લોકોની જેમ ઓસ્ટ્રેલિયન બનો. આદિવાસી લોકો તેમની ભાષા ભુલી ગયા પણ સંગીત દ્વારા તેમણે પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે.

ઓસ્ટ્રેલિયામાં અણું પરીક્ષણો પણ થયાં અને ઘણા લોકોને તેના લીધે શારીરીક અપંગતા પણ આવી. ડગ્લાસ નિકોલ્સે આવા સમયે ભોજન, કપડાં પુરા પાડી સેવાકાર્યની શરૂઆત કરી. તેમણે સરકારને પણ માહિતી આપી કે “અમારે તમારી સાથે ચાલવું છે, અમારે એકલા નથી રહેવું“.

સિડની યુનિવર્સિટીમાં એબોરીજીનલ વિદ્યાર્થીઓએ સામાજીક અન્યાય વિરુધ્ધ હડતાલ પાડી, કાળા લોકોને સ્વિમીંગ પુલમાં કે બારમાં જવાની સખ્ત મનાઇ હતી. આ હડતાલને બાદ એબોરીજીનલ લોકોને સ્વિમીંગ પુલ અને બારમાં જવાની અનુમતિ મળી. ત્યારબાદ ૧૯૭૬માં ડગ્લાસ નિકોલ્સ સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઍબોરીજીનલ ગવર્નર બન્યા.

ફૂટબૉલ ક્લબ

ફૂટબૉલ ક્લબમાં ડગ્લાસ નિકોલ્સ (સૌજન્ય વિકીપીડીયા)

One thought on “ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૬

  1. પિંગબેક: ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૭ | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s