ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૭

ક્વિન્સલેન્ડનો ધ્વજ

ક્વિન્સલેન્ડનો ધ્વજ

બે વર્ષ પહેલા જ્યારે પ્રથમ વાર ઑસ્ટ્રેલિયા આવવાનું થયું ત્યારે SBS ટીવી ચૅનલ પર “ફર્સ્ટ ઑસ્ટ્રેલિયન” દસ્તાવેજી ફિલ્મ જોવાનો મોકો મળ્યો હતો. તેની થોડી ઘણી યાદગીરી નીચે દર્શાવેલ છે.

૧૯૬૦ ના દશકા દરમિયાન ક્વિન્સલેન્ડ રાજ્યમાં ઍબોરીજીન લોકોની નાગરીક હકની ચળવળે જોર પકડ્યું. આ ચળવળનો ઉદ્દેશ હતો શહેરના તરણ હોજમાં નાહવાની અનુમતિ, હૉસ્પિટલમાં ઍબોરીજનલ સ્ત્રીઓને જન્મ આપવાની પરવાનગી, રૅસ્ટોરન્ટમાં જમવાની અને હૉટલમાં રહેવાની પરવાનગી. ઍબોરીજીન લોકોને માંદગી વખતે માઇલો દુર અન્ય શહેરોમાં સારવાર માટે જવું પડતું. વાહનોની સુવિધા તેમની પાસે નહોતી અને ટ્રેનમાં તેમને મુસાફરી કરવી પડતી. ગોરા લોકો દ્વારા તેમનો સામાજીક બહિષ્કાર થયેલો જેથી તેમને હૉટલમાં રહેવા ન મળતું. ખુબજ ઠંડીમાં તેમને રૅલ્વે પ્લૅટફોર્મ પર રાત્રે રહેવું પડતું. આવા અનેક કારણોને લીધે રાજકીય સંઘર્ષ જરૂરી બન્યો.

એડી કોઇકિ માબો

એડી કોઇકિ માબો

એડી કોઇકિ માબો ટોર્સ સ્ટ્રેઇટ ટાપુઓનો રહેવાસી હતો. ત્યાં તેમને દેશનિકાલની સજા થઇ. શરૂઆતમાં તેમણે રૅલ્વેમાં મજુરી અને શેરડીના ખેતરોમાં કાપણી કામ કર્યું. ૨૨ વર્ષની ઉંમરે તેમને બોનિતા સાથે લગ્ન કરી ટાઉન્સવિલ શહેરમાં વસવાટ કર્યો. અહીં દુકાનોમાંથી ગોરા લોકો જતા ન રહે ત્યાં સુધી ઍબોરીજીન લોકોએ દુકાન બહાર રાહ જોવી પડતી. માબો જૅમ્સ કૂક યુનિવર્સિટીમાં માળી તરીકેની નોકરી કરતાં. યુનિવર્સિટીમાં અધ્યાપકો સાથે વાતચીત દરમિયાન તેઓ પોતાના ટાપુ પરની જમીન વિશે વાતો કરતાં ત્યારે એક અધ્યાપકે કહ્યું કે આ જમીન ઓસ્ટ્રેલિયા સરકારની માલિકીની છે. આ વાતનો ખ્યાલ આવતાં તેમણે જમીન હક માટે કોર્ટમાં અરજી કરી અને છેક સર્વોચ્ચ અદાલત સુધી લડાઇ કરી.

આ જ અરસામાં ઍબોરીજીનલ ટૅન્ટ ઍમ્બેસીની શરૂઆત થઇ. જે આદિવાસીઓના જમીન હકની માગણી માટે હતી. આદિવાસીઓના કાયદાઓ વિરોધ બદલ તેમણે ઓસ્ટ્રેલિયન કાયદાઓની વિરુધ્ધમાં ટૅન્ટ ઍમ્બેસીની શરૂઆત કરી. કોઇકિએ કાળા લોકોની નિશાળ શરૂ કરી. તેનું દ્રઢપણે માનવું હતું કે સંસ્કૃતિ વગર મનુષ્ય કાંઇ જ નથી અને માત્ર પડછાયો જ બની રહે છે. ક્વિન્સલેન્ડના ગોરા લોકો અને રાજકીય પક્ષો માનતા કે આ રાજ્ય માત્ર ગોરા લોકોનું છે. કોઇકિના પિતા બિમાર હોવા છતાં તેમને ટોર્સ સ્ટ્રેઇટ ટાપુઓ પર જવાની પરવાનગી મળી નહીં. તેમને મોતની ધમકીઓ મળતી અને રાજ્ય સરકારે તેમના મનોબળને તોડવાનો સંપૂર્ણ પયત્નો કર્યા.

કૉમનવેલ્થ ગૅમ્સ વિરોધ - ૧૯૮૨

કૉમનવેલ્થ ગૅમ્સ વિરોધ – ૧૯૮૨ (સૌજન્ય http://www.independentaustralia.net)

આદિવાસી સંસ્કૃતિમાં જમીનની માલિકી પેઢી દર પેઢી તેમના છોકરાઓને મળતી જે તેમની વર્ષો જુની પરંપરા છે. ગોરાઓ થોડા વર્ષો પહેલા આવ્યા તો જમીનની માલિકી તેમને કઇ રીતે થઇ ગઇ? બ્રિસ્બેનમાં કૉમનવેલ્થ રમતોત્સવ વખતે ઍબોરીજીન લોકોએ ઘણા પ્રદર્શનો કર્યા અને વિશ્વના લોકોને આ સંઘર્ષની જાણ થઇ. બ્રિસ્બેનના મુશગ્રૅવ પાર્ક ખાતે સમગ્ર ઓસ્ટ્રેલિયામાંથી ઍબોરીજીન લોકો આવ્યા અને સરકાર સામે હિંસક અથડામણ થઇ. ૧૯૮૬ માં માબો વિરુધ્ધ ક્વિન્સલેન્ડ સરકારના કૅસની શરૂઆત થઇ. ૧૯૯૨ માં કોઇકિનું અવસાન થયાના પાંચ મહિના બાદ સર્વોચ્ચ અદાલતે કોઇકિ માબોની તરફેણમાં ચુકાદો આપ્યો. સમગ્ર ઓસ્ટ્રેલિયાના ઍબોરીજીન લોકો આ જીતની ખુશીમાં શામેલ થયાં અને ઍડી કોઇકિ માબોની એક વિજેતા તારણહાર તરીકે ગણના થાય છે.

7 thoughts on “ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ – ૭

  1. Dipak Dholakia

    આ લેખ સાથે શું ઑસ્ટ્રેલિયાના ઇતિહાસની શ્રેણી પૂરી થાય છે? તમે આખી શ્રેણીમાં બહુ જ ઉપયોગી માહિતી આપી. આનો હું યોગ્ય જગ્યાએ સંદર્ભ તરીકે ઉપયોગ કરીશ. ખાસ કરીને નોંધવા જેવી વાત એ રહી કે તમે આખી શ્રેણી માનવ અધિકાર અને ન્યાયના સંદર્ભમાં લખી. ખાલી વર્ણનો નથી. તમારા વ્યાપક દૃષ્ટિકોણ માટે અભિનંદન.
    મેં બધા લેખો વાંચ્યા પણ કઈં લખવા માટે શ્રેણી પૂરી થાય એની રાહ જોતો હતો.

  2. pravinshastri

    જેટલો જન્મભૂમિનો ઈતિહાસ જણવો જરૂરી છે તેટલોજ કર્મભૂમિનો ઈતિહાસ જાણવો પણ જરૂરી છે. સ્કુલમાં ભણતા બાળકો તો શીખશે જ, પણ સ્વદેશમાં મોટા થઈને આવેલાનું શું. તમે ખરેખર વસાહતીઓને અને અમારા જેવા બ્લોગરને ગુજરાતી ભાષામાં ઓસ્ટ્રેલિયાના ઈતિહાસની રસપ્રદ માહિતી પીરસી છે. ધન્યવાદ.
    http://pravinshastri.wordpress.com

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s