રંગોનો તહેવાર – હોળી

હોળી રમતાં બાળકો

હોળી રમતાં બાળકો

બ્રિસ્બેનમાં ગયા મહિને હોળીનો તહેવાર ખુબ ધામધુમથી ઉજવાયો. પરંપરા મુજબ મોટા ભાગના તહેવારો શનિરવિમાં જ ઉજવાય છે. જેથી આ વખતે શનિવારે હોળી (ધુળેટી) ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ઑફ ટૅક્નોલોજી, કૅલ્વીન ગ્રુવ મેદાનમાં અને રવિવારે ગુજરાતી ઍસોસીએશન ઓફ ક્વિન્સલેન્ડ, લેસ અટકિનસન પાર્ક, સન્નીબૅન્ક મુકામે હતી. આ સિવાય પણ અલગ અલગ શિક્ષણ સંસ્થાઓમાં હોળી – ધુળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા જેવા ઉત્સવ પ્રિય લોકોએ બે વાર ઉજવણી કરી 🙂 હોળી પ્રગટાવવા માટે જાત જાતની અનુમતિ લેવાની ફરજીયાત હોવાથી ક્યાંય હોળીદહનનો કાર્યક્રમ થતો નથી. આમેય આખાય ઓસ્ટ્રેલિયામાં ડગલે ને પગલે જંગલમાં દાવાનળ લાગતો જ હોય છે.

શનિવારે  ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ઑફ ટૅક્નોલોજી, કૅલ્વીન ગ્રુવ મેદાનમાં હોળીના આયોજનનો ફૅસબુક પર ખુબ પ્રચાર થયો હતો. બધાય વિસ્તારની સર્વ દોસ્ત મંડળીઓ ત્યાં હાજર હતી. અમારા “મીટઅપ” મંડળના સભ્યો દ્વારા પણ અહીં મળવાનું આયોજન હતું. મારા સિવાય બધા જ સમયસર આવીને રમવામાં મશગુલ થઇ ગયા હતા. ભોજનની અહીં સુંદર વ્યવસ્થા હતી. એક ભારતીય વિદ્યાર્થીનીના મમ્મીએ ૨૦૦ લોકો માટે ભોજન બનાવ્યું હતું. ઠંડાઇ, સમોસા, દાળભાત, ઠંડા પીણા તથા ઉત્તરભારતીય વાનગીઓ હતી. અહીં મોટેરાઓને જલ્સા હતા, મમ્મીઓ બાળકો પાછળ ફરતી ફરતી જમાડતી હતી. લોકો એકબીજાને પકડીને કાદવ-કીચડમાં ડુબાડતા હતા. સ્થાનિક ગોરા બાળકો જાતે જ કાદવ કીચડમાં કુદકા મારતા અને આળોટતા હતા જ્યારે ચોખલીયા-સ્વચ્છ ભારતીયો થોડા અચકાતા 🙂

રવિવારે ગુજરાતી ઍસોસીએશન ઑફ ક્વિન્સલેન્ડની ઉજવણીમાં બાળકોએ ખુબ મજા કરી. તેમને ગમે તેટલો ગુલાલ આપો તેમને ઓછો જ પડતો. થોડા સ્થાનિક રહેવાસીઓ પણ આવેલા, તેમને પણ રંગબેરંગી હોળી (ધુળેટી) રમવાની ખુબ મજા પડી. ગુજરાતી લોકો તહેવાર ઉજવે એટલે ખાવા-પીવાની (માત્ર ઠંડા પીણા/જ્યુસ) વ્યવસ્થા તો હોય જ. સૅન્ડવીચ, થેપલા અને મિઠાઇઓ ખાવાની ખુબ મજા પડી ગઇ. જ્યારે ખાવાના ટૅબલ પર ગયો ત્યારે પહેલેથી જ  સ્વાદરસિકો અડધી વાનગીઓ ઝાપટી ચુક્યા હતા. ઉંમરલાયક અને અનુભવી લોકો સાથે વાતો કરવાની ખુબ મજા પડી તેમણે જુવાનીના દિવસોમાં તહેવાર ઉજવણી યાદ કરી.

ગુલાલ અને પાણી સાથે ઉજવણી – ગુજરાતી ઍસોસીએશન ઑફ ક્વિન્સલેન્ડ

3 thoughts on “રંગોનો તહેવાર – હોળી

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s