વૈષ્ણવ સંઘ – ક્વિન્સલેન્ડ

શ્રીકૃષ્ણ

ભગવાન શ્રી કૃષ્ણ

હવે નક્કી કર્યું કે દર રવિવારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવી. પ્રથમ શરૂઆત છે – વૈષ્ણવ સંઘ ઑફ ક્વિન્સલેન્ડ.

નાનકડા બ્રિસ્બેનમાં ડગલેને પગલે વિવિધ તહેવારોમાં અવનવા અજાણ્યા ગુજરાતીઓ મળી જાય છે. મોટેભાગે આ મુલાકાત મિત્રતામાં રૂપાંતર પામે છે. આવી જ રીતે ઘણા ગુજરાતી બોલતા ટાબરીયાઓ બગીચામાં રમતા હોય ત્યારે મારા દિકરા અભિનવનું નામ દઇને તેમના પપ્પા-મમ્મી સાથે વાતચીત કરવાનું મને બહાનું મળી જાય છે. 🙂 આવી જ એક મુલાકાત થઇ રોમાસ્ટ્રીટ પાર્કલેન્ડમાં. ત્યાં એક મિત્ર દ્વારા વૈષ્ણવ સંઘ ઑફ ક્વિન્સલેન્ડ વિષે જાણ થઇ. આ સત્સંગ દર મહિનાના ત્રીજા રવિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન થાય છે અને હા છેલ્લે મહાપ્રસાદ તો ખરો જ.

વૈષ્ણવ સંઘ ઑફ ક્વિન્સલેન્ડ

વૈષ્ણવ સંઘ ઑફ ક્વિન્સલેન્ડ

ફેસબુક મંડળઃ https://www.facebook.com/groups/tvsoq/

નાનપણમાં જ્યારે કૅસેટનો જમાનો હતો ત્યારે મધુરાષ્ટકમ અને અન્ય વૈષ્ણવ સંપ્રદાયના ભજનો દર રવિવારે સવારે અમારે ઘેર વાગતા. આ બધાનું પુનરાવર્તન અહીં થઇ ગયું. ઘણા સત્સંગી ભાઇઓ અને બહેનોને મધુર સ્વરમાં સાંભળવાનો મોકો મળ્યો. અહીં ભજનો અને આરતી લખેલ પુસ્તક પણ હોય છે જેથી વાંચીને પણ ગાઇ શકાય. આ પુસ્તક જોતા સાથે જ નાનપણની યાદો ઘેરી વળી અને નિશાળના દિવસો યાદ આવી ગયા. વળી હોળીનો તહેવાર નજીક હોવાથી હોળીની ઉજવણી પણ સર્વ ભક્તમિત્રો સાથે કરી લીધી. કેટલાક ઉત્સાહી લોકો પહેલેથી જ ગુલાલ લઇને આવ્યા હતા. મારા નસીબમાં રંગાવવાનું વધારે હતું. લોકો સાથે ભેગા મળી ગરબા અને નાચવાની મજા પડી ગઇ. ખાસ વાત જાણવા મળી કે આ સમયગાળામાં ભગવાન શ્રીનાથજીના પગ ઢાંકેલા રાખવામાં આવે છે એટલે કે ભગવાન સાથે દાસ ભાવથી નહી પણ સખાભાવથી (મિત્રતાપૂર્વક) મળવાનું 🙂

સાઉન્ડક્લાઉડ પર મધુરાષ્ટકમઃ

ખુબ જ ગર્વથી કહી શકાય કે વૈષ્ણવ સંઘ ઑફ ક્વિન્સલેન્ડના સભ્યો ઘણા કર્ણમધુર (એટલે કે ગુજરાતી મિઠાસવાળા) સ્વરમાં ગાતા હતા. આવતી વખતે જરૂર રૅકોર્ડ કરી લઇશ.

સત્સંગસ્થળઃ લેસ અટ્કિંસન પાર્ક, સન્ની બેન્ક ૪૧૦૯

નજીકનું ટ્રૅન સ્ટૉપઃ સન્ની બેન્ક (૬૦૦૨૦૯)

વૈષ્ણવ સંધ ઓફ ક્વિન્સલેન્ડ

સત્સંગ સ્થળઃ વૈષ્ણવ સંઘ ઓફ ક્વિન્સલેન્ડ સૌજન્યઃ ગુગલ નક્શા

7 thoughts on “વૈષ્ણવ સંઘ – ક્વિન્સલેન્ડ

  1. KrunalC

    વૈષ્ણવો માટે જો સૌથી સારી ભજનો માટે કોઇ કેસેટ આજ દીન સુધી બની હોય તો એ છે “સ્મરણાંજલિકા”. આ કેસેટ નહીં સાંભળી હોય એવું કદાચ નહીં જ હોય તેમ છતાં જો ના સાંભળી હોય તો YouTube છે જ…

  2. Ramesh Patel

    આપની આ તીર્થ યાત્રા સમાન બ્લોગ પોષ્ટથી ખૂબ જ આનંદ થયો. ભક્તિગીતોના કર્ણપ્રિય સંગીત અને સૂર એ સાંભળવા એ જીવનની ઉત્તમ ક્ષણો છે..માણતા રહીએ..શ્રી અમીતભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  3. પિંગબેક: ઓસ્ટ્રેલિયાના દેશી મિત્રો | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s