એન્ઝેક દિવસ

૨૫ ઍપ્રિલે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં જાહેર રજા હતી. આ દિવસને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એન્ઝેક (ANZAC – Australia and New Zealand Armed Corps) દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે લશ્કરી દળોના સૈનિકો જેઓ વિશ્વયુધ્ધ, સુરક્ષા અભિયાન કે શાંતિરક્ષક તરીકે વીરગતિ પામ્યા છે તેમની વીરતાનું સન્માન કરવા તથા શ્રધ્ધાંજલી આપવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના લશ્કરી દળો પ્રથમ વિશ્વયુધ્ધમાં આ દિવસે ગલિપોલિમાં યુધ્ધ માટે ઉતર્યા હતા.

મને થોડો ઘણો અંદાજ હતો કે આપણા ભારતના છવ્વીસ જાન્યુઆરી – પ્રજાસતાક દિવસ જેવો તહેવાર હશે.  સવારે ૪.૨૮ વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થવાની હતી. ઘણું જાણવાની ઇચ્છા હોવાથી વહેલી સવારે સમયસર પહોંચી ગયો હતો. આટલી વહેલી સવારે ઠંડીમાં પણ લોકો મોટી સંખ્યામાં હાજર હતા. બસ અને ટ્રેન સેવા પરોઢે ૩ વાગ્યાથી શરૂ થઇ ગઇ હતી. મારી બાજુમાં એક સ્ત્રી તેના બે સુંદર બાળકોને લઇને આવી હતી જેનો પતિ અફઘાનીસ્તાનમાં ફરજ બજાવી રહ્યો હતો. બન્ને બાળકો હાથમાં ઓસ્ટ્રેલિયાના ઝંડા લઇને આવ્યા હતા. કાર્યક્રમની શરૂરાતમાં એન્ઝેક દિવસનું મહત્વ દર્શાવતો સદેશ, રાષ્ટ્રગીત, નિશાળના બાળકો દ્વારા ગીત-સંગીત રજુ કરવામાં આવ્યા. બહાદુર સૈનિકોની યાદમાં પ્રાર્થના કરવામાં આવી અને ગવર્નર દ્વારા પ્રારંભિક સંદેશ આપવામાં આવ્યો. અહીં ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત લશ્કરી બેન્ડ સાથે પહેલી વખત સાંભળ્યું.

પ્રથમ વિશ્વયુધ્ધમાં ભારતીય સૈનિકોએ પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના સૈનિકો સાથે મહત્વનો ભાગ ભજવ્યો હતો. એ વખતે ભારતીય સૈનિકો બ્રિટીશ-ઇન્ડીયા સામ્રાજ્યના ભાગ હેઠળ લડતા હતા. ઓસ્ટ્રેલિયાના ભારતીય રાજદુતાલયની વેબસાઈટ પરથી આ વિશેની ઘણી માહિતી મળી.

ગલિપોલિમાં ભારતીય સૈન્ય (પીડીએફ)

વિકિપીડિયા – પ્રથમ વિશ્વયુધ્ધમાં ભારતીય સૈન્ય

એન્ઝેક દિવસ

એન્ઝેક દિવસ

એન્ઝેક દિવસ

એન્ઝેક દિવસ

સવારનો કાર્યક્રમ એકાદ કલાકમાં પતી ગયો. પરેડનો કાર્યક્રમ ૧૦ વાગે એટલે ઘરે જઇને આરામ કર્યો. ૧૦ વાગે ફરી હાજર થઇ આશરે ૨ કિમી લાંબી પરેડનો લહાવો લીધો. આ પરેડ લશ્કરી શિસ્તબધ્ધ નહોતી પણ જોનારને ગમી જાય તેવી રંગબેરંગી અને આનંદદાયક હતી. સ્કુલના બાળકો, સ્કાઉટ સભ્યો અને ભુતપુર્વ સૈનિકોએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો. નિવૃત લશ્કરી અધિકારીઓ તેમના યુનિફોર્મ અને ચંદ્રકો સાથે આવ્યા હતા. પોતાના બાળકો અને સ્વજનોને પરેડમાં જોઇને માતાપિતા, સ્વજનો અને સ્નેહીજનો ખુબ જોરજોરથી ચિચિયારીઓ પાડતા અને ઉત્સાહ વધારતા હતા.

બપોરે એક વાગે પરેડ પત્યા પછી ઘણા પારિવારીક મિત્રોએ સાથે મળીને જમવાનું નક્કી કર્યું. એટલે સાઉથ બેંક પાર્કલેન્ડ્સમાં બાર્બેક્યુ ભોજન બનાવવાનો નિર્ણય લેવાયો. અહીંયા બાર્બેક્યુ માટે લાઇનો લાગી હતી બધાય લોકો અમારી જેમ પરેડ પછી જમવા પધાર્યા હતા. ત્રણેય વાગે અમારો વારો આવ્યો. હાથમાં જાતજાતના કાંટા ચમચા પકડીને ફોટા પડાવ્યા એટલે લોકોને લાગે કે ભોજન માટે પરસેવો પાડી મહેનત કરી છે.

બાર્બેક્યુ ભોજન

બાર્બેક્યુ ભોજન

બાર્બેક્યુ સ્વાસરસિકો

બાર્બેક્યુ સ્વાદરસિકો

બાર્બેક્યુની તૈયારી

બાર્બેક્યુની તૈયારી

બાર્બેક્યુ રાંધણકળા

બાર્બેક્યુ રાંધણકળા

Advertisements

One thought on “એન્ઝેક દિવસ

  1. ગાંડાભાઈ વલ્લભ

    નમસ્તે અમિતભાઈ,
    સરસ માહીતી.
    એક નમ્ર સુચન કરું? તમે જે લીન્ક આપો છો એનો ટુંકો સાર પણ સાથે આપો તો કેવું? જેમને વધુ વીગતોમાં રસ ન હોય કે જોવાનો સમય ન હોય તેમને ઉપયોગી થાય.

    Reply

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s