ઍન્કાઉન્ટર્સ ફૅસ્ટીવલઃ ઇન્ડિયા

રંગીલા બ્રિસ્બનમાં ડગલે ને પગલે સમગ્ર વિશ્વના બધા જ તહેવારો ધામધુમથી ઉજવાય છે. વળી તેમાંય વિવિધ સંસ્થાઓ દ્વારા જાત જાતની ઊજવણી. આવી જ એક અઠવાડિક ઊજવણી હતી ઍન્કાઉન્ટર્સ ફૅસ્ટીવલઃ ઇન્ડિયા જેનું આયોજન ગ્રિફિથ યુનિવર્સિટીની સંગીતશાળાએ કરેલું. જેનો મુખ્ય હેતુ હતો વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, મુલાકાતીઓને ભારતીય સંગીતનો ખુબ નજીકનો પરિચય કરાવવો. આ ઉજવણીમાં ભારતીય સંગીતના નિષ્ણાતો સમગ્ર વિશ્વમાંથી આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમને સાંભળવાનો લહાવો અદ્‍ભુત હતો. સંગીત તજજ્ઞોમાં મુખ્ય સુધીર નાયક, સુરેશ વૈધ્યનાથન, શુભા મુદગલ, રોહન ડૅ સરમ, રીત્વીક સન્યાલ, રાજેશ્વરી સાઇનાથ, રામલી ઇબ્રાહીમ, રાજેશ મેહતા, પેટ્રિસિયા રોઝારીયો, ગુરુ કારાઇક્કુડી મણી, ગોવિંદ પીલ્લાઇ, ધીરજ શ્રેષ્ઠા, બસાવરાજુ બાલાસાઇ, મિનાક્ષી શેડ્ડે, અશ્વિનિ રાજ, અનુપમ શર્મા, અનીશ પ્રધાન અને અન્ય ફિરંગીઓ. મને તો માત્ર શુભા મુદગલ વિશે જ ખ્યાલ હતો. બાકીના સંગીતકારોમાં ખાસ ગતાગમ પડતી નથી, પણ તેમને સાંભળવાની મજા આવી. બ્રિસ્બેનના સંગીતરસિયાઓને ભારતીય સંગીતમાં પંડિત રવિશંકર અને બોલીવુડનો જ ખ્યાલ હતો. આ કાર્યક્રમો દ્વારા તેમને પંડિત રવિશંકરને શ્રધ્ધાંજલી આપી હતી. આ સિવાય નૃત્ય, કલા, ફિલ્મ, નાટક, સાહિત્ય અને ભાષા, ધર્મ, તત્વજ્ઞાન, ફૅશન અને ભારતીય ભોજન વગેરે સાંસ્કૃતિક પ્રતિક સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આવી ઉજવણી સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ભારતીય સંગીત વાદ્યો અને પશ્ચિમી વાદ્યોનો અદ્‍ભુત સમન્વય સાધી જુગલબંદી સ્વરૂપે સાંભળવાની ખુબ મજા પડી.

 

આ સમગ્ર ઉજવણીમાં જો કોઇને મળવાની મજા આવી હોય તો તે વ્યક્તિ છે ડેનીયલ કોનેલ. ડેનીયલ એક ચિત્રકાર છે અને તેમને યુ-ટ્યુબ પર થોડા વર્ષો પહેલા જોયા હતા. આ ઉજવણી દરમિયાન તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત અને લાંબી વાતચીત થઇ ગઇ. તેઓ ભારતમાં પણ ઘણા વર્ષો રહી ચુક્યા છે અને તેમની સાથે રાજસ્થાનના જયપુર શહેરના સંસ્મરણો વાગોળ્યા. તેઓ ઓસ્ટ્રેલિયાના એડીલેઇડ શહેરમાં રહેતાસવાયા ભારતીય છે. જેનું મુખ્ય કારણ છે તેમના ચિત્રો અને નીચે દર્શાવેલ વીડિયો.

 

Advertisements

2 thoughts on “ઍન્કાઉન્ટર્સ ફૅસ્ટીવલઃ ઇન્ડિયા

  1. Ruchir

    મને સમજાય છે કે ડેનીયલ કોનેલ ને મળવાનો અને તેમના ચીત્રો આટલા નજીક થી માણવાનો અનુભવ અદભુત હશે! અહી એટ્લીજ અદભુત રીતે મુકવા માટે આભાર અને અભીનંદન.

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.