નિકોલ હોલોસ

નિકોલ હોલોસઓસ્ટ્રેલિયામાં સૉફ્ટવેર  ઍન્જીનિયર તરીકે કામ કરવાનો ફાયદો એ કે ૮ કલાક કામ કર્યા પછી સાવ નવરા. શું કરવું? ઑફિસ ખાલી થઇ જાય. સમય કેવી રીતે પસાર કરવો? દોડવા જવું કે સાયકલ ચલાવવી? પૈસા ખર્ચા સિવાય સમય ખુશીથી કેવી રીતે રહેવું – વગેરે જેવા પ્રશ્નો મુંઝવે. દુકાનો પણ સાંજે ૫ વાગે બંધ થઇ જાય. ત્યારે મુસીબતમાં યાદ આવે ક્વિન્સલેન્ડ રાજ્ય પુસ્તકાલય. વૅબસાઇટ પર જોઇને ખબર પડી કે સાંજે ૬ વાગે કોઇ કાર્યક્રમ છે જે પાછો મફત પણ છે. પહોંચ્યા પછી ખબર પડી કે કાર્યક્રમ હતો ગૅમ ચૅન્જર્સ : ક્વિન્સલેન્ડના વાણિજ્ય વિદ્વાનો અને ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ. મહેમાન હતા નિકોલ હોલોસ. જેઓ મૅક્‍આર્થર કોલ લિમિટૅડમાં ચીફ ઍક્ઝીક્યુટીવ ઑફિસર હતા.  ક્વિન્સલેન્ડ રાજ્ય પુસ્તકાલયમાં કોઇ પણ કાર્યક્રમ હોય તેની શરૂઆતમાં મુળ આદિવાસી રહેવાસીઓનો આભાર માનવામાં આવે છે કારણકે આ પુસ્તકાલયની જગ્યા આદિવાસીઓ માટે મળવાનું સ્થળ હતું.

કાર્યક્રમની શરૂઆતમાં નિકોલે જીવન મુસાફરી વિશે જણાવ્યું કે તેઓ આર્મી પરિવારમાં ઉછરેલા છે (એટલે કે આપણા ગુલ, પ્રીટી, પ્રિયંકા, સેલીના, ચિત્રાંગદા, અનુષ્કાની જેમ) અને બિઝનૅસ ઍકાઉન્ટીંગ વિષયને લગતું જ્ઞાન ધરાવે છે. ઘણીવાર મીટિંગમાં અજાણ્યા લોકો તેમને કોઇ ઉચ્ચવડાની સેક્રેટરી સમજતા. તેમને આમ તો કૉર્પોરેટ ઍક્ઝીક્યુટીવ બનવું નહતું પણ સંજોગો અનુકૂળ બનાવી તેઓ માત્ર ૩૫ વર્ષની ઉંમરે પુરુષોના આધિપત્યવાળા ખાણ-ખનીજ ક્ષેત્રમા ચીફ ઍક્ઝીક્યુટીવ ઑફીસર બન્યા. તેમને શું સારૂ કાર્ય કર્યુ? તેમાં જાતજાતના આંક્ડા અને વેપાર દર કે વેપાર ઉથલો જેવા શબ્દો હતા પણ મને એટલી ખબર પડી કે તેઓ જ્યારે સીઇઓ બન્યા ત્યારે કંપનીનો શેરભાવ ૨ ડોલર હતો અને જ્યારે કંપનીનુ હસ્તાંતરણ પાંચ વર્ષ પછી થયું ત્યારે શેરભાવ ૧૬ ડોલર હતો. ખાણ ક્ષેત્રમાં પહેલા જાપાન પછી અમેરીકાનું વર્ચસ્વ હતું અને આજકાલ ચાઇનીઝ અને ભારતીય કંપનીઓનો પગપેસારો છે. વિવિધ દેશોનું રાજકારણ કંપનીના કાર્યમાં પ્રભાવ પાડે છે.

Game Changersઆ ક્ષેત્રની મુશ્કેલીઓ વિશે તેમણે જણાવ્યું કે વિદેશી રોકાણ ખાણ અને ખેતીવાડી ક્ષેત્રમાં વધુ પડતું છે અને જરુરી યોગ્યતા ધરાવતા લોકો ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ નથી. ટ્રેનીંગ ખર્ચાળ છે. વળી ઓસ્ટ્રેલિયામાં ખટારા ચાલકને વાર્ષીક ૧,૦૦,૦૦૦/- ડોલરથી પણ વધુ પગાર મળે છે જે અમેરીકા કરતાં બે/અઢી ગણો છે. (ભારતીય ખટારા પાછળ વાંચેલું – ઇર્ષાળુને આશિર્વાદ) વળી લાડકા ક્વિન્સલેન્ડમાં કુદરત થોડી વધુ પડતી મહેરબાન હોય છે – પૂર, વાવાઝોડું, નબળું ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર વગેરે મોટી મુશ્કેલીઓ છે.

અંતના પ્રશ્નોત્તરી કાળમાં પહેલો સવાલ પુછાયો કે વિદેશી કાર્યકરો (મજુરો) સીમિત કરવા કે નહીં?
આ સવાલ અમારા જેવા લોકો માટે આમેય પ્રાણપ્રશ્ન છે. તેમણે જણાવ્યું કે યોગ્યતા ધરાવતા લોકોની અછત છે અને સારી સંસ્કૃતિ સારા વિકાસ માટે જરૂરી છે. બીજો સવાલ હતો નૉન-ટૅક્નીકલ ક્ષેત્રના હોવા છતાં પુરુષોના આધિપત્યવાળા ટૅક્નીકલ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધ્યા? આના જવાબમાં જણાવ્યું કે સાથે મળીને કામ કરવું, ઍન્જીનિયરીંગનું સામાન્ય જ્ઞાન, નિર્ણય શક્તિ અને જાણવા માટે વધુ પ્રશ્નો પુછવા. જીવન કે વેપારના રસ્તા ઉપર મૃત્યુ, કરવેરા અને પરિવર્તન ચાલ્યા જ કરે છે. ખાસ બાબત પર તેમણે ભાર મુક્યો કે “વસ્તુ પસંદ કરવાની કળા” હોવી જરૂરી છે.

આ કાર્યક્રમના અંત પછી જ ખરેખર સાચો કાર્યક્રમ હતો. જેનું નામ હતું નૅટવર્કીંગ પ્રૉગ્રામ. જેનો મુખ્ય ઉદેશ ટોળટપ્પાં કરવા. જેમા વાઇન અને નાસ્તો મફત. ત્યારબાદ કશું યાદ નથી અને હવે પછીના નવા કાર્યક્રમની રાહ જોવાય છે.

Advertisements

3 thoughts on “નિકોલ હોલોસ

  1. પિંગબેક: બ્રિસ્બેનમાં ભોજન સંઘર્ષ | પટેલ પરિવાર

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.