વિલાયતી ભારતીયો

ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના વિવિધ પ્રકારોમાં મુખ્ય બે પ્રકારો છે. પ્રથમ દેશી ભારતીયો અને બીજા વિલાયતી ભારતીયો. વિલાયતી ભારતીયો એટલે કે જેઓ જન્મથી જ બિન-ભારતીય પાસપોર્ટ ધરાવે છે. મોટા ભાગના લોકો પોતાને ભારતીય તરીકે ઓળખાવે છે અને કેટલાક સ્વિકારતા ખચકાય છે અથવા સ્વિકારતા જ નથી. ગિરમિટ ભારતીયો ભારત સાથે ખાસ સંપર્ક ધરાવતા નથી.

ઉત્સવ પ્રવેશ

ખાસ કરીને બ્રિટીશ ભારતીયો અને આફ્રિકન ભારતીયો એકબીજા સાથે ખુબ જ સંકળાયેલા છે. તેમના વચ્ચે સામાજીક વ્યવહાર અને રોટી-બેટી વ્યવહાર પણ પ્રચલિત છે. આવા અમુક ભારતીયો હવે નામ પાછળ અટક લખવી પસંદ કરતા નથી પણ પિતા કે દાદાના પ્રથમ નામનો ઉપયોગ કરે છે. જેમકે “શ્રેયા ત્રિકમજી”. વળી ઓળખાણ માટે તેઓ વતન તરીકે મોમ્બાસા, લુસાકા, કમ્પાલા, દાર-એ-સલામ, ઝાંઝીબાર, નાઇરોબી, લંડન વગેરે જણાવતા હોય છે. ખાસ કરીને ગુજરાતીઓ આ શ્રેણીમાં અગ્રસ્થાન ધરાવે છે. દક્ષિણ ભારતના અમુક (ખ્રિસ્તી) લોકો પોતાની માતૃભાષા ભુલી ગયા છે અથવા માત્ર સમજી શકે પણ બોલી શક્તા નથી. જાતજાતના સામાજીક કે સાંસ્કૃતિક સંગઠનો સ્થાપવામાં આ સમુદાય આગળ પડતી નેતાગીરી ધરાવે છે.

ઓસ્ટ્રેલિયામાં વસતા તમિલભાષી ભારતીયો મુખ્યત્વે શ્રીલંકા, ભારત અને દક્ષિણપુર્વીય (બર્મા, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ, સિંગાપોર) દેશોમાંથી આવેલા છે. જેઓ પોતાના દેશ, સંસ્કૃતિ અને ભાષા પ્રત્યે ખુબ જ સભાન છે. ઓસ્ટ્રેલિયામાં દક્ષિણ ભારતીયોના “ગોપુરમ” પ્રકારના ઘણા મંદિરો આવેલા છે. તમિલ ભાષા શિખવાડતા ઘણા વર્ગો/નિશાળ બ્રિસ્બેનમાં નિયમિત ચાલે છે. મારા એક તમિલભાષી ડૉક્ટર મિત્ર વેસ્ટઇન્ડીઝ ટાપુઓ પરથી આવીને અહીં વસ્યા છે.

પંજાબીઓ આમ તો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. એશિયા પેસીફિક વિસ્તારમાં ફિજી, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં તેમની વસ્તી અને ગણના નોંધપાત્ર છે. ટેક્ષી ચાલક અને રેસ્ટોરન્ટ વેપારમાં પંજાબીઓ ખુબ જ છવાયેલા છે. પંજાબી/શીખ સમુદાયના લોકો આઝાદી પછીના સમયગાળામાં અહીં ખેતીમાટે આવીના વસ્યા અને મહેનત બાદ આજે તેઓ ખેતી વિષયક વેપાર ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે. બ્રિસ્બેનમાં ભારતીય ભોજન એટલે પંજાબી ભોજન જ કહેવાય.

Amit Patel

ફિજીવાળા ભારતીયો મુખ્યત્વે ત્રણ રીતે ઓળખાય છે. જેમાં ફિજી ઇન્ડિયન્સ અથવા ગિરમિટીયા, ફિજી ગુજરાતી અને ફિજી પંજાબીનો સમાવેશ થાય છે. ફિજીના ગુજરાતીઓ અને પંજાબીઓ ભારત સાથે ખુબ સારી રીતે સંકળાયેલા છે. ગિરમિટ ભારતીયો મુખ્યત્વે ભારતના ઉત્તરપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના લોકો છે. ગિરમિટ ભારતીયો ભારત સાથે અતિઅલ્પ સંપર્ક ધરાવે છે.  ફિજીમાં આંતરવિગ્રહ કે સત્તાપરિવર્તનના કારણે ઘણા ફિજી ભારતીયો સ્થળાંતર કરીને ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ ગયેલા છે. ફિજી ગુજરાતીઓ મોટે ભાગે વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલ હોવાથી રાજકારણમાં સારી વગ ધરાવે છે એટલે સત્તા પરિવર્તનની અસર ઓછી થાય છે.

આ સિવાય મોરેશિયસ, ટ્રિનિદાદના ગિરમિટ મિત્રો માતૃભાષા ભુલી ગયા છે પણ ભારતીય પરંપરાઓ વિશે સારો એવો ખ્યાલ ધરાવે છે. ઘણા ગિરમિટ ભારતીયો ખ્રિસ્તી ધર્મ પાળતા થઇ ગયા છે. નામ પણ પશ્ચિમી શૈલીના રાખતા થઇ ગયા છે જેમ કે રોહિગ્ટન ડેરેન, કેવિન મહેન્દ્ર,  છતાં તેમની ખાન-પાનની ટેવો કે જીવનશૈલીમાં હિંદુ સંસ્કૃતિ દેખાઇ આવે છે. વિલાયતી ભારતીયો જ્યારે લગ્નની બાબત હોય અને ઠેકાણું પાડવું હોય તો પ્રથમ પસંદગી સ્વાભાવિક રીતે વિલાયતી ભારતીય તરફ જ ઢળતી હોય છે.  આર્ટ ઑફ લિવિંગ, સનાતન ધર્મસભા, આર્યસમાજ, વિવિધ મંદિરો, સ્વાધ્યાય પ્રવૃત્તિઓ વગેરેને લીધે ભારતીયતા જળવાઇ રહે છે.

અભિનવ

બોલિવુડ સર્વ ભારતીયોને એક તાંતણે બાંધતી કડી છે. મિકાસિંઘ (ગાયક)ની ઓળખાણ કિંગ ઑફ બોલીવુડ તરીકે આપતા કોઇ શરમાતુ નથી. બસ તેના સંગીત કાર્યક્રમની ટિકીટ વેચાવવી જોઇએ. શ્રેયા ઘોશાલ, ઉદિત નારાયણન, હેમંત ચૌહાણ, ફાલ્ગુની પાઠક, ગુજરાતી નાટ્યમંચના કલાકારો વગેરે નિયમિત કમાણી કરવા વર્ષે એકાદવાર આવી જાય છે.

જ્યારે વિવિધ દેશોના લોકોને મેં સવાલ પુછ્યો કે તમે નિવૃત્ત જીવન ક્યાં જીવશો ? તો યુરોપીય દેશોના લોકોની પસંદ હતી તેમનો સ્વદેશ (યુરોપ). જ્યારે દેશી ભારતીયોની પસંદ હતી ઓસ્ટ્રેલિયા. તેના ખાસ કારણો ટુંક સમયમાં નવા લેખમાં.

 

Advertisements

17 thoughts on “વિલાયતી ભારતીયો

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.