hemant_chauhan_garba_2

બ્રિસ્બેન નવરાત્રી ૨૦૧૩

ભારતમાં અત્યારે વરસાદી વાતાવરણમાં નવરાત્રીની તૈયારીઓ ચાલુ છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં અઠવાડિક નવરાત્રીના ઘણા તબક્કા પુરા થઇ ગયા છે. ઓસ્ટ્રેલિયાની નવરાત્રી ૮ સપ્ટેમ્બર ૨૦૧૩થી ચાલુ થઇ ગઇ હતી. બ્રિસ્બેન શહેરમાં સૌથી પહેલા આવ્યા હતા વડોદરાના સુપ્રસિધ્ધ અતુલ પુરોહિત અને વૃંદ. બ્રિસ્બેનમાં વસતા બધા જ વડોદરાવાસીઓ અહીં હાજર હતા. ભારતમાં કદાચ અતુલ પુરોહિતને મળવું મુશ્કેલ હશે પણ અહીં તેમની સાથે નિખાલસ વાતો કરી ફૉટો પણ પડાવી શકાય છે. ખાસ નોંધઃ આ પ્રસંગે મારો ફોન ખોવાઇ ગયો હતો અને સ્વયં અતુલ પુરોહિતે સંભાળીને-સાચવીને મને આપ્યો 🙂

 

મુંબઇની સુપ્રસિધ્ધ દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠક ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી માટે દર વર્ષે આવે છે પણ આ વર્ષે બ્રિસ્બેન શહેરમાં પ્રથમ વખત ભવ્ય ગરબાનું આયોજન હતું અને સર્વ ભારતીયોએ સ્ટેડિયમમાં ગરબાની ખુબ મજા કરી. આ પ્રસંગે ફાલ્ગુની પાઠકે વિવિધ હિંદી ગીતો અને ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી. ફિલ્મી ધુનો પર મુંબઇ સ્ટાઇલના ગરબા પ્રથમવાર નજરોનજર જોયા.

 

દેખાવ, રંગરૂપમાં સૌથી સરળ, સાદગીપુર્ણ અને એવોર્ડ વિજેતા ગાયક હેમંત ચૌહાણને બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયામાં સાંભળવાનો અનન્ય લહાવો હતો. આ ગરબા રાત્રીનું આયોજન ખાસ હતું કે જેમાં કોઇ પણ જાતની પ્રવેશ ટિકિટ નહોતી. અહીંયા નાના બાળકોથી લઇને દાદા-દાદી સહિતના સર્વ ગરબા રસિકોએ ખુશી ખુશી, પુરા ઉત્સાહથી ગરબાનો આનંદ માણ્યો. બ્રિસ્બેનની સૌથી વધારે ભીડ જોવા મળી અને જાણે ભારતમાં ફરતા હોય એવો અનુભવ થયો. હેમંત ચૌહાણના ગરબામાં કૃષ્ણ ભગવાન અને અલગ અલગ માતાજીને લગતા સુમધુર ગરબા હતા.

હવે બાકીના નવરાત્રી અઠવાડિયાની લોકો રાહ જોવે છે.

Advertisements

8 thoughts on “બ્રિસ્બેન નવરાત્રી ૨૦૧૩

 1. ગાંડાભાઈ વલ્લભ

  અમીતભાઈ,
  અહીં વેલીંગ્ટનમાં તો આપણા ગુજરાતી પંચાગમાં તીથી પ્રમાણે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ઑસ્ટ્રેલીયામાં તમે વહેલી ઉજવણી કરો છો એ તમારા બ્લોગ પરથી જાણવા મળ્યું. માહીતી બદલ હાર્દીક આભાર.

  1. અમિત પટેલ Post author

   અમારે બ્રિસ્બેનમાં પણ તિથી પ્રમાણેની ઉજવણી ૪થી ઑક્ટોબરથી શરૂ થશે પણ અમુક ખ્યાતનામ કલાકારો ભારતમાં વ્યસ્ત હોવાથી તેમને વહેલા બોલાવી વહેલી ઉજવણી શરૂ થઇ જાય છે 🙂 ઉપરોક્ત ઉજવણીમાં અર્થોપાર્જન પણ હેતુ હોય છે !!!

 2. riteshmokasana

  અહીં દોહા, કતારમાં પણ સરસ નવરાત્રી નું આયોજન થાય છે ને વિશેષ વળી અમારા કંપની કવાર્ટરમાં પણ અમે લોકો એ ઓછા ખેલૈયા સાથે પણ ગરબા ગાઈને આનંદ મેળવેલો. ફોટો અને માહિતી શેર કરવા બદલ આભાર અમિતભાઈ.

 3. riteshmokasana

  દિવાળીની ખુબ શુભેચ્છાઓ, નવું વર્ષ આપને તન ને તંદુરસ્ત, મન ને મહેકતું અને ધનથી છલકાતું રાખે એવીજ પ્રભુ પાસે પ્રાર્થના…..રીતેશ

અભિપ્રાય આપો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.