Category Archives: બ્રિસ્બેન

બ્રિસ્બેન શહેર ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યનુ પાટનગર છે.

ગિરમિટ મહોત્સવ અને ફુટબૉલ સ્પર્ધા

ક્વિન્સલેન્ડ ફિજી ફુટબોલ ઍસોસીએશન

ક્વિન્સલેન્ડ ફિજી ફુટબોલ ઍસોસીએશન

ફૅબ્રુઆરી ૨૦૧૩માં બ્રિસ્બેનમાં રહેતા ફિજી ભારતીયો માટે ફુટબૉલ મહોત્સવ હતો. ક્વિન્સલૅન્ડ ફિજી ફુટબૉલ ઍસોસીએશન દ્વારા ગિરમિટ ફુટબૉલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ “ગિરમિટ” શબ્દનો ઇતિહાસ ઘણો જુનો છે. અંગ્રેજો ભારતમાંથી વિવિધ યોગ્યતા ધરાવતા મજુરોને વિશ્વમાં જ્યાં તેમના શાસિત પ્રદેશમાં જરૂર હોય ત્યાં મોકલતા. આ એક કાયદાકિય પરવાનગી હતી. આવા હજારો ભારતીયો આજે ફિજીમાં વસવાટ કરે છે. ફિજીની વસ્તીના આશરે ૪૪ % લોકો ભારતીય મુળના છે.

ફિજી ભારતીયો હવે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ વસવાટ કરે છે. કુલ અગિયાર જેટલી ટીમે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બ્રિસ્બેનની નવ ટીમ હતી. બ્રિસ્બેન બા, બ્રિસ્બેન લબાસા, બ્રિસ્બેન નાદિ, બ્રિસ્બેન નાડ્રોગા, પંજાબી ન્યુ ફાર્મ, પંજાબી શીખ યુનાઇટેડ વગેરે બ્રિસ્બેનની ટીમના નામ છે 🙂 સિડની લૌટાકા, સિડની ડ્રૅકેટી, સિડની સાવુસાવુ,  ફિજી સુવા અને ન્યુઝીલેન્ડ ટવુઆ અન્ય ટીમો હતી. અહીં વિચિત્ર શબ્દો એ ફિજી દેશના વિવિધ ગામો અને શહેરોના છે. અંતમાં વિજયી ટીમ બની અમારી શહેરની “બ્રિસ્બેન બા” 🙂 🙂

છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભરત નાટ્યમ, ભાંગડા નૃત્ય, ગરબા-દાંડીયા, શાયરી-ગઝલનો હતા. બ્રિસ્બેનની પંજાબી ટીમો વચ્ચે કબડ્ડી સ્પર્ધા પણ હતી. એકંદરે રમતગમત, ખાઓ-પીઓ અને મજા જ મજા.

ફુટબૉલ વીડિયોઃ

Advertisements